Nadiad: એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શન પ્લાન્ટમાં લાગી આગ, ફેક્ટરીમાં અફરાતફરી માહોલ
- એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શન પ્લાન્ટમાં લાગી આગ
- મસાલા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી
- નડિયાદ ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
Nadiad: ખેડા નડિયાદ ડભાણ ચોકડી પાસે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શન પ્લાન્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું. મસાલા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતા નડિયાદ (Nadiad) ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝર સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
નડિયાદ ફાયર બ્રિગેડે મેળવ્યો આગ પર કાબૂ
નોંધનીય છે કે, આગ ક્યા કારણોસર લાગી તે કારણ જાણવા મળ્યું નથી. જો કે, ફાયર બ્રિગેડની સમય સૂચકતા ના કારણે મોટી આગની ઘટના બનતા અટકી ગઈ હતી. સમય પર જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. જેથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. નોંધનીય છે કે, આગને પગલે ઘટના સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગ્યાની જાણ થતાની સાથે નડિયાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
મળતી વિગતો પ્રમાણે ખેડાના નડિયાદ (Nadiad)માં આવેલી ડભાણ ચોકડી પાસે એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, મસાલા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ નડિયાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી. અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો: Vadodara: આજે રાત્રે 9 વાગે ન્યાય મૌન રેલી, મહારાણી રાધિકારાજે ગાયકવાડે કરી જાહેરાત
આ પણ વાંચો: Ahmedabad : 4 પોલીસ કમિશનર, 9 IG હાજર રહ્યા, DGP એ કહ્યું- રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો..!