Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal સ્ટેશનપ્લોટ વિસ્તારના એક મકાનમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં પરંતુ ઘરવખરી બળીને ખાખ

Gondal સ્ટેશન પ્લોટ - 19 માં સ્વામીવિવેકાનંદ સર્કલ પાસે આવેલ ત્રિવેદી ભુવન નામના જુનવાણી મકાનમાં આગ લાગી હતી.
gondal સ્ટેશનપ્લોટ વિસ્તારના એક મકાનમાં લાગી આગ  કોઈ જાનહાની નહીં પરંતુ ઘરવખરી બળીને ખાખ
Advertisement
  1. આગ લાગ્યાના જાણકારી મળતી ફાયર વિભાગે ઘટના સ્થળે
  2. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો
  3. આગ શા કારણે લાગી તેનું કારણે હજી અકબંધ રહ્યું

Gondal: ગોંડલ સ્ટેશનપ્લોટ વિસ્તારમાં મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સ્ટેશન પ્લોટ - 19 માં સ્વામીવિવેકાનંદ સર્કલ પાસે આવેલ ત્રિવેદી ભુવન નામના જુનવાણી મકાનમાં આગ લાગી હતી. આગ લાગેલ ઘરમાં ભાઈ બહેન એકલવાયું જીવન જીવતા હતા અને આજે ભાઈ બહેન બપોરે સવા કલાકે રિક્ષા મારફતે બહાર ગયા બાદ આગ લાગી હતી. જેથી આગની ઘટનામાં કોઈ જાનહાની થઈન હતી.

આ પણ વાંચો: AHMEDABAD : પુર ઝડપે જતી કારની અડફેટે ચઢી સાયકલ સવાર જોડી, ચાલક ફરાર

Advertisement

ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યાં

નોંધનીય છે કે, આ આગ લાગવાની ઘટનામાં ઘરમાં રહેલ ઘરવખરી સામાન બળીને ખાખ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ, PGVCL સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરિવારની ઘર વખરી આખી આગમાં બળીને ખાક થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો: વાવ વિધાનસભાની જીતને લઇને અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી

સમગ્ર ઘટનાની જાણ થતાં સીટી મામલતદાર ડી.ડી. ભટ્ટ, નાયબ મામલતદાર મનીષ જોશી, સર્કલ ઓફિસર ચાવડાભાઈ સહિતના લોકો પણ ઘટના સ્થળે પોહચ્યા હતા. હાલ આગ પાછળનું કારણ જાણી શકાયું નથી. શા કારણે આગ લાગી તે અંગે તપાસ શરૂ કરાઈ હતી. આખરે આગ કેવી રીતે લાગી તે બાબતે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, આ સમગ્ર ઘટનાને પરિવારને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: SURAT : "મોદીજી અને દેશના નાગરિકોની જોડી ડંકો વગાડવાની છે" - હર્ષભાઇ સંઘવી

Tags :
Advertisement

Trending News

.

×