Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INTA માં અમદાવાદની એચ. કે. આચાર્ય ઍન્ડ કંપની દ્રારા કોકટેલ ફેલોશિપ રિસેપ્શનનું આયોજન

આ વર્ષે INTA (ઇન્ટા) આંતરરાષ્ટ્રીય ટ્રેડમાર્ક્સ એસોસિએશન નુ આયોજન તારીખ 16-05-2023 થી 20-05-2023 સુધી સિંગાપોરમાં કરવામા આવ્યુ છે. ભારત દેશમાંથી દર વર્ષે 500 થી 800 જેટલા ટ્રેડમાર્ક્સ એટોર્નીઓ INTA (ઇન્ટા)માં ભાગ લેતા હોય છે. અમદાવાદની એચ. કે. આચાર્ય ઍન્ડ કંપની...
inta માં અમદાવાદની એચ  કે  આચાર્ય ઍન્ડ કંપની દ્રારા કોકટેલ ફેલોશિપ રિસેપ્શનનું આયોજન

આ વર્ષે INTA (ઇન્ટા) આંતરરાષ્ટ્રીય ટ્રેડમાર્ક્સ એસોસિએશન નુ આયોજન તારીખ 16-05-2023 થી 20-05-2023 સુધી સિંગાપોરમાં કરવામા આવ્યુ છે. ભારત દેશમાંથી દર વર્ષે 500 થી 800 જેટલા ટ્રેડમાર્ક્સ એટોર્નીઓ INTA (ઇન્ટા)માં ભાગ લેતા હોય છે.

Advertisement

અમદાવાદની એચ. કે. આચાર્ય ઍન્ડ કંપની દ્રારા છેલ્લા 15 વર્ષથી કોકટેલ ફેલોશિપ રિસેપ્શનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે એચ. કે. આચાર્ય એન્ડ કંપની દ્રારા તારીખ 18-05-2023 રોજ વિશાળ પાયે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રિસેપ્શનમાં ભારત દેશ સિવાયના વિશ્વના અલગ-અલગ દેશમાંથી આશરે 1800 થી 2000 જેટલા ટ્રેડમાર્ક્સ એટોર્નીઓ ભાગ લેતા હોય છે. આ રિસેપ્શનનો મુખ્ય હેતુ ફ્લોશિપનો છે કે જેનાથી ટ્રેડમાર્ક્સ ના કાયદાને પ્રોસ્તાહન મળે.

Advertisement

શું છે INTA ?
INTA (આંતરરાષ્ટ્રીય ટ્રેડમાર્ક્સ એસોસિએશન) એ બ્રાન્ડ માલિકો અને વ્યાવસાયિકોનું વૈશ્વિક સંગઠન છે, જે ગ્રાહકોના વિશ્વાસ, આર્થિક વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપવા ટ્રેડમાર્ક્સ અને પૂરક બૌદ્ધિક સંપદા (intellectual Property) ને ટેકો આપવા સમર્પિત છે તથા બ્રાન્ડ્સ મારફતે વધુ સારા સમાજનું નિર્માણ કરવા કટિબદ્ધ છે.

INTA - એક વૈશ્વિક સમુદાય
INTA (ઇન્ટા) આંતરરાષ્ટ્રીય ટ્રેડમાર્ક્સ એસોસિએશન ની સ્થાપના 1878માં 17 વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા કરવામાં આવી હતી, જેમણે "ટ્રેડમાર્ક માલિકોના અધિકારોનું રક્ષણ અને પ્રોત્સાહન આપવા, ઉપયોગી કાયદાને સુરક્ષિત કરવા, અને ટ્રેડમાર્ક અધિકારોની પ્રગતિ અને પાલન માટેના તમામ પ્રયત્નોને સહાય અને પ્રોત્સાહન આપવા માટે એક સંસ્થાની જરૂરિયાત જોઈ હતી. ત્યારથી, INTA નો એક વૈશ્વિક સમુદાય તરીકે વિકાસ થયો છે, જેમાં વિશ્વભરના તેના સભ્યો અને વિવિધ પ્રદેશોમાં તેની ઓફિસો આવેલી છે.

Advertisement

181 દેશોની 6 હજાર સંસ્થા
INTA (ઇન્ટા) આંતરરાષ્ટ્રીય ટ્રેડમાર્ક્સ એસોસિએશન માં 181 દેશોની લગભગ 6000 સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ 33,500થી વધુ વ્યાવસાયિકોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં મુખ્ય કંપનીઓ, નાના અને મધ્યમ કદના સાહસો, કાયદાકીય કંપનીઓ અને બિનનફાકારક સંસ્થાઓના બ્રાન્ડ માલિકોનો સમાવેશ થાય છે. આ સમુદાયમાં સરકારી એજન્સીના સભ્યો, પ્રાધ્યાપકો અને કાયદાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

કામગીરી
INTA (ઇન્ટા) એ ટ્રેડમાર્ક અને સંબંધિત અધિકારો પર વિશ્વભરમાં અસરકારક કાયદાઓ અને નીતિઓને પ્રોત્સાહન આપવા અને તે અધિકારોના અમલીકરણ વચ્ચે સુમેળ સાધવા કામ કરીને બ્રાન્ડ માલિકો માટે વાત કરે છે, 19 હિમાયત સમિતિઓમાં સામેલ સમર્પિત સ્વયંસેવકો અને કર્મચારીઓ વચ્ચે સહયોગી પ્રયાસમાં, INTA (ઇન્ટા) એ બ્રાન્ડ સંરક્ષણ અને અમલીકરણ માટે સૌથી મહત્વના મુદ્દાઓ પર વ્યૂહાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો : PM મોદીએ ઓડિશાને પ્રથમ VANDE BHARAT ટ્રેનની આપી ભેટ, જાણો રુટ-સમય સહિતની તમામ વિગતો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.