Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur : ગુરુકૃપા વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ

અહેવાલ----તૌફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર નગરના ગુરુકૃપા વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગંદા પાણીના નિકાલની અને પીવાના પાણીની લાઈન એક જ નાળામાંથી પસાર થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પીવાના પાણીની લાઈન લીકેજ થતા ગંદુ...
chotaudepur   ગુરુકૃપા વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ

અહેવાલ----તૌફિક શેખ, છોટાઉદેપુર

Advertisement

છોટાઉદેપુર નગરના ગુરુકૃપા વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગંદા પાણીના નિકાલની અને પીવાના પાણીની લાઈન એક જ નાળામાંથી પસાર થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પીવાના પાણીની લાઈન લીકેજ થતા ગંદુ પાણી મિશ્ર થવાની સંભાવનાઓ વચ્ચે રોગચાળાની દેહશત ફેલાઈ રહી છે.પાલિકા તંત્ર કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

ગંદા પાણીના નિકાલની તેમજ પીવાના પાણીની પાઇપલાઇન બંને એક જ નાળામાંથી પસાર

Advertisement

છોટાઉદેપુર નગરની પ્રજા માંડ માંડ ફેલાયેલ રોગચાળામાંથી બહાર આવી રહી છે. ત્યાં તો નગરમાં ફરી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ નો નિર્માણ થાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નગરના એક વિસ્તારમાં પાણીજન્ય રોગો ફાટી નીકળે તેવી દેહશત સ્થાનિક લોકોમાં ફેલાયેલી જોવા મળી રહી છે. નગરના ગુરુકૃપા વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપરથી પસાર થતા નાળામાંથી ગંદા પાણીના નિકાલની તેમજ પીવાના પાણીની પાઇપલાઇન બંને એક જ નાળામાંથી પસાર થાય છે. ત્યારે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. જેને લઈ લીકેજિંગ પાઇપલાઇન ગંદુ પાણી મિશ્રિત થતું હોવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભીતિને લઈ ફફડાટ ફેલાયો છે.

યોગ્ય નિકાલ કરવાની ખાત્રી

Advertisement

જો કે એક તરફ પાલિકા તંત્ર એ બે દિવસ પહેલા સમારકામ કર્યું હોવાનીનો રાગ સત્તાધીશો આલોપી રહ્યા છે અને સ્થળ વિઝિટ કરી યોગ્ય નિકાલ કરવાની ખાત્રી પણ આપી રહ્યાં છે. તો બીજી તરફ તેનો કાયમી નિકાલ થાય તેવું રહીશો માંગ કરી રહ્યા છે. નગર પાલીકા ની પ્રાથમિક ફરજ લોકો ને સ્વચ્છ પાણી, સફાઈ, લાઈટ આપી લોકો ની સુખાકારી અને આરોગ્યપ્રદ જીવન શૈલી ની દેખરેખ સાથે સુશાસન ની વ્યવસ્થામાંવધારો થાય તે છે, જેના માટે કરોડો રૂપિયાનું બજેટ પણ સરકાર ફાળવે છે, ત્યારે તેનો અમલ તેમજ યોગ્ય નિગરાણી કરવામાં કયાંક ને કયાંક જવાબદારો ન કથીત બેદરકારી ના કિસ્સા સામાન્ય બનતા તેનો ભોગ પ્રજાને બનવું પડતું હોય છે તે એક સત્ય હકીકત છે.

સમસ્યાનું કાયમી સમાધાન કરવા માગ

સ્થાનીક જાગૃત નાગરિક રાહુલ ભાઈ પરમાર જણાવી રહ્યા છે કે અમારા દ્વારા પાલીકા તંત્ર ને આ બાબતે અવગત કરાયા હતા, પરંતુ તેનો નિકાલ આજદીન સુધી નહી આવેલ નથી. જે બાબતે સત્વરે ઘ્યાન અપાય તે પ્રજા હિતમાં ખુબ જરૂરી બન્યું છે. સ્થાનીક જાગૃત નાગરિક કનુભાઇ ગઢવી જણાવી રહ્યા છે કે પાણી ની પાઇપ લાઇન નાળા માં વહેતા પાણી થી થોડી ઉપર કરવામાં આવે જેથી કરીને આ સમસ્યા નું કાયમી સમાધાન થાય. પાલીકા કર્મચારી અકરમ ભાઈ મકરાણી જણાવી રહ્યા છે કે આ સમસ્યા ના કાયમી નિકાલ કરવા માટે પાઇપ લાઇન ને જમીન લેવલ કરવુ પડે તેમ હોઈ તે અંગે ના આયોજનો કરાયા છે. ટૂંક જ સમયમાં અમલ કરાવવા પાલીકા તંત્ર કટિબદ્ધ છે.

આ પણ વાંચો---BHARUCH : શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં ગ્રાહકના ટેબલ ઉપર સલાડની ડીશમાં વંદાની લટારથી હોબાળો..

Tags :
Advertisement

.