Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચમહાલ : જંગલી પશુઓની રંજાડ અને વાતાવરણમાં આવતા બદલાવને લઈ ખેડૂતો સુરણની ખેતી તરફ વળ્યા

જંગલી પશુઓની રંજાડ થકી પાકને થતાં નુકશાન અને સતત વાતાવરણમાં આવતા બદલાવને લઈ પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકના ખેડૂતો હવે ચોમાસાની પરંપરાગત ખેતીમાંથી સુરણની ખેતી કરવા તરફ વળ્યા છે. ખેડૂતોના મત પ્રમાણે સુરણની ખેતી માં ખાતર બિયારણ અને દવા નો ખર્ચ...
10:16 PM Jul 06, 2023 IST | Dhruv Parmar

જંગલી પશુઓની રંજાડ થકી પાકને થતાં નુકશાન અને સતત વાતાવરણમાં આવતા બદલાવને લઈ પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકના ખેડૂતો હવે ચોમાસાની પરંપરાગત ખેતીમાંથી સુરણની ખેતી કરવા તરફ વળ્યા છે. ખેડૂતોના મત પ્રમાણે સુરણની ખેતી માં ખાતર બિયારણ અને દવા નો ખર્ચ ઓછો થવા ઉપરાંત પાકની ઉપજ જમીનમાં અંદર થતી હોવાથી જાળવણી અને સાચવણી માટે ઓછી તકલીફ પડતી હોય છે સાથે જ આવક પણ સારી મળતી હોવાથી હવે કાલોલ તાલુકા ના જોડિયા કુવા સહિતના આજુબાજુના ખેડૂતો પણ હવે સુરણની ખેતી કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર પંથક ની આજુબાજુના ખેડૂતો જંગલી ભૂંડ અને નીલગાય ની રંજાડ અને પાકને થતાં નુકશાનથી ત્રાહીમામ પોકારી હવે ચોમાસા અને શિયાળા દરમિયાન કરવામાં આવતી પરંપરાગત ખેતી પદ્ધતિ લાવી રહ્યા છે. દર વર્ષે ઉત્સાહભેર ખેતી કર્યા બાદ જંગલી પશુઓ થી પાકને થતાં નુકશાન સામે હવે ખેડૂતોએ સુરણની ખેતીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. ખેડૂતો એક વીઘા જમીનમાં 50 મણ સુરણનું વાવેતર કર્યા બાદ તેઓને અંદાજિત 300 થી 400 મણ સુરણ નું ઉત્પાદન મળી રહે છે વળી જેના પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે.

પ્રતિ 20 કિલો સુરણ 700 થી 800 રૂપિયાના ભાવે વડોદરામાં વેચાણ થતું હોય છે જેથી ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં આવક સારી થતી હોય છે. જેથી હવે આ વિસ્તારના ખેડૂતો એક બીજા ખેડૂતને સુરણ ની ખેતીમાં મળી રહેલી સફળતાને નિહાળી સુરણની ખેતી કરવા તરફ વળ્યા છે. અહીંના ખેડૂતો અન્ય ખેડૂતોને પણ પ્રેરણાદાયી બની સુરણની ખેતી કરવા માટે જણાવી રહ્યા છે .ઉલ્લેખનીય છે કે વેજલપુર પંથકમાં સિંચાઈની અપૂરતી સુવિધા છે વળી ખેડૂતો કુવા કે બોરના મારફતે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનાવી ખેતી કરતા હોય છે જેમાં પણ વીજ પુરવઠો રેગ્યુલર નહીં મળતા ખેડૂતો ખૂબ જ કંટાળી ગયા હતા જેની સામે હાલ સુરણની ખેતી તેઓ માટે એક સારો વિકલ્પ બની રહ્યું છે.

કાલોલ પંથકના ખેડૂતોએ જંગલી ભૂંડ અને નીલ ગાયની રંજાડ માંથી મુક્તિ મેળવી સુરણની ખેતીનો વિકલ્પ અપનાવ્યો છે પરંતુ ખેડૂતો વેચાણ માટે હાલ પણ એક મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, નજીકના વિસ્તારમાં સુરણની ખરીદી માટેનું યોગ્ય માર્કેટ નથી વળી ગોધરા ખાતે ખેડૂતો પાસેથી વેપારીઓ દ્વારા સુરણની ખરીદી કરવામાં આવે છે પરંતુ ઓછી માત્રામાં ખરીદી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને અન્ય સુરણ વેચવા માટે છેક વડોદરા સુધી લાંબા થવું પડતું હોય છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના પાકના ઉત્પાદનને ધ્યાનમાં રાખી ગોધરા ખાતે સુરણની ખરીદી કરવામાં આવે એવી અહીંના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : મરીન નેશનલ પાર્કમાં મેન્ગ્રુવ જંગલના નિર્માણ માટે Reliance Industries દ્વારા રાજ્ય સરકાર સાથે કરાયા હસ્તાક્ષર

Tags :
AnimalsfarmFarmersGujaratMonsoonMonsoon Sessionpanchmahal
Next Article