Heat Wave : હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી ખાસ રાખવી
Heat Wave-ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી: ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી...
Advertisement
Heat Wave-ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા
Advertisement
હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી:
Advertisement
- ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.
- વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.
- જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
- ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
- પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું.
- બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી.
- પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.
- પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં.
બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં.
આ પણ વાંચો: ગુજરાતના સુરત શહેરમાં 118 વર્ષ પહેલા કેમ સ્થગિત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ અધિવેશન?