Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વરસાદ ખેંચાતા સુરતના ખેડૂતો પરેશાન,સોયાબીનના પાકમાં ઈયળનો ઉપદ્રવથી પાકનો નાશ

અહેવાલ---ઉદય જાદવ, સુરત સુરત (Surat) માં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. માંગરોળ તાલુકામાં સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ન પડતાં પાકમાં જીવાત પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાયો છે જેથી ખેડૂતોની સરકાર પાસે...
વરસાદ ખેંચાતા સુરતના ખેડૂતો પરેશાન સોયાબીનના પાકમાં ઈયળનો ઉપદ્રવથી પાકનો નાશ
Advertisement
અહેવાલ---ઉદય જાદવ, સુરત
સુરત (Surat) માં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. માંગરોળ તાલુકામાં સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ન પડતાં પાકમાં જીવાત પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાયો છે જેથી ખેડૂતોની સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માગ છે.
ઊભા પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો
જગતનો તાત પહેલીથી જ મુશ્કેલીઓનો સામનો કરતો આવ્યો છે ત્યારે જાણે ખેડૂતોની મુશ્કેલી ઓછી હોય તેમ સુરત જિલ્લાના ખેડૂતો ઉપર એક મોટી આફત આવી પડી છે..સુરત જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય બની છે જેનું કારણ છે વરસાદનો વિરામ..વરસાદે વિરામ લેતાં માંગરોળ તાલુકાના ખેડૂતો મહા મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી ત્યારે હાલ ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે. ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી પરંતુ ચાલુ વર્ષે સારો વરસાદ ન પડતાં ખેડૂતોના ઊભા પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે.
સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને હાલ તો આખું વર્ષ ફેઇલ ગયું
માંગરોળ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી પર જ નિર્ભર છે.અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર તેઓ આખા વર્ષનું આયોજન કરતાં હૉય છે.ત્યારે સમયસર પધરામણી કરેલ મેઘરાજા એ ઓગસ્ટ મહિનામાં રિસામણા કરતા હાલ તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને હાલ તો આખું વર્ષ ફેઇલ ગયું છે.અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.સરકાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ પાસે તાત્કાલિક સર્વે કરાવી તાત્કાલિક વળતર ચુકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
Tags :
Advertisement

.

×