Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch માંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી, અનેક લોકો સાથે આચરી છેતરપિંડી

Bharuch: ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી ફોરવીલ ગાડીમાં પોલીસની નેમ પ્લેટ અને પોકેટમાં ક્રાઈમ બ્રાન્ચનું આઈકાર્ડ લઈને ફરનાર આખરે અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે.
bharuch માંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી  અનેક લોકો સાથે આચરી છેતરપિંડી
  1. રોફ જાડતો કમલ પારેખ આખરે અસલી પોલીસના સકંજામ
  2. આઈકાર્ડમાં CID, CBI અને પોલીસના નામનો હતો ઉલ્લેખ
  3. આઈકાર્ડ, પોલીસ નેમ પ્લેટ અને ગાડી સહિત આરોપીની કરાઈ ધરપકડ

Bharuch: ગુજરાતમાં અત્યારે નકલીની ભરમાર જામી છે. વિવિધ જગ્યાએથી નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યાં છે. ભરૂચમાંથી પણ આવા એક નકલી અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે. ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી ફોરવીલ ગાડીમાં પોલીસની નેમ પ્લેટ અને પોકેટમાં ક્રાઈમ બ્રાન્ચનું આઈકાર્ડ લઈને ફરનાર આખરે અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપીએ અનેક લોકો સાથે આઈકાર્ડ બતાવી છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આખરે નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીનો ભાંડો હોસ્ટેલ ગ્રાઉન્ડના ફટાકડા સ્ટોલ ઉપર ફૂટી ગયો અને પોલીસે ધરપકડ કરી લીધી છે.

Advertisement

પોલીસે આ નકલી અધિકારીની ધરપકડ કરી લીધી

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ફટાકડા બજાર દિવાળી ટાણે ઉભા થતા હોય છે અને તે અંગેની મંજૂરી ભરુચ પ્રાંત અધિકારી તરફથી આપવામાં આવતી હોય છે. અહીં હોસ્ટેલ ગ્રાઉન્ડના એક ફટાકડાના સ્ટોલ ઉપર છેલ્લા બે દિવસથી ફોરવિલ ગાડીમાં પોલીસના નામની નેમ પ્લેટ સાથે એક ગઠિયો કમલ નટવરલાલ પારેખ તરીકે આવતો પરંતુ જ્યારે પણ ફટાકડા લેતો અને પૈસા ઓછા આપતો અને હંમેશા લાઇસન્સની માંગણી અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીનું આઈકાર્ડ બતાવતો હતો. જેથી વેપારી ડરી ગયો અને ફટાકડા આપી દીધી હતાં.

ફટાકડાના વેપારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપી

ફટાકડાના વેપારીએ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું માની તેને જવા દીધો હતો. પરંતુ ખરેખર ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી છે તે દિશામાં તપાસ કરવામાં આવતા નકલી અધિકારીએ કરેલા ગુગલ પે ઉપરથી તેનો ફોટો સોશિયલ મીડિયાના એપ ઉપર શોધવામાં આવતા તેની ઓળખ થઈ હતી. તપાસ દરમિયાન તે કોઈ પણ અધિકારી ના હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભરૂચમાં ફોરવીલ ગાડીના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. ઘણા લોકો સાથે અધિકારી તરીકે છેતરપિંડી પણ કરી હોવાનું સામે આવતા આખરે ફટાકડાના વેપારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપી હતી.

Advertisement

આ પણ વાંચો: Gujarat એસટી વિભાગે તહેવારોમાં કરી બમ્પર કમાણી, એક જ સપ્તાહમાં 16 કરોડની આવક

આખા ગુજરાતમાં આવા કેટલાક કાર્ડ અપાયા હશે?

પોલીસે કમલ નટવરલાલ પારેખ સામે નકલી અધિકારી તથા ગાડીમાં પોલીસની નેમ પ્લેટ રાખવા બદલ ગુનો દાખલ કરી દીધો છે. આ સાથે તેનું આઈકાર્ડ કોણે બનાવી આપ્યું? કેટલામાં બનાવી આપ્યું? અને આવા કેટલાક કાર્ડ બનાવ્યા અને આખા ગુજરાતમાં આવા કેટલાક કાર્ડ અપાયા હશે? તેવી માહિતી મેળવવા પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: શાળાના વિદ્યાર્થીઓની 4000 સાયકલ બની ભંગાર, આજુબાજુ ઉગી નિકળ્યા ઝાડી-ઝાંખરા

નકલી ક્રાઈમ બ્રાન્ચનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?

ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી જે નકલી બન્યો છે તેના આઈકાર્ડ મુજબ તે પ્રથમ દૃષ્ટિએ તો અધિકારી માનવામાં આવે પરંતુ તેનું જે કાર્ડ હતું તેને તપાસવામાં આવતા તેમાં પોલીસ સીબીઆઇ વિઝિલિયન્સ તથા CID નો ઉલ્લેખ હતો અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોય જેથી 2018 માં આ નામનું ટ્રસ્ટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ તરીકે રજીસ્ટ્રેશન હોઈ શકે પરંતું પોતે ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપવા સાથે કશકમાં ઓફિસ હોવાનું કહ્યું હોવાના કારણે આખરે નકલીનું અસલી સ્વરૂપ સામે આવી ગયું હતુ. અત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Weather Forecast : આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે ? જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Tags :
Advertisement

.