ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિનકાયદેસર કોલ સેન્ટર પર CBI ના વ્યાપક દરોડા, Police પણ સમગ્ર મામલે અજાણ

AHMEDABAD : કોલસેન્ટરો દ્વારા વિદેશી નાગરિકો સાથે આચરવામાં આવતી છેતરપિંડીની વ્યાપક ફરિયાદો બાદ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દિલ્હી CBI દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ દ્વારા બિનકાયદેસર રીતે ચાલતા કોલસેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પણ...
01:48 AM Sep 28, 2024 IST | KRUTARTH JOSHI
CBI raid in Ahmedabad

AHMEDABAD : કોલસેન્ટરો દ્વારા વિદેશી નાગરિકો સાથે આચરવામાં આવતી છેતરપિંડીની વ્યાપક ફરિયાદો બાદ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દિલ્હી CBI દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ દ્વારા બિનકાયદેસર રીતે ચાલતા કોલસેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: રાહુલ ગાંધીના નિવેદન પર CM નું ધરણા પ્રદર્શન,જાણો શું છે સમગ્ર વિવાદ

વિદેશી નાગરિકોને લૂંટતા કોલ સેન્ટરો પર કાર્યવાહી

અમદાવાદમાં CBI ની ટીમ દ્વારા બિનકાયદેસર ચાલી રહેલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. CBI ની દિલ્હી ટીમના 300 થી વધારે સભ્યો દ્વારા અમદાવાદમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. CBI ટીમ દ્વારા અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હી CBI ને કોલ સેન્ટર અંગે ફરિયાદો મળી હતી. વિદેશી નાગરિકોને અલગ અલગ રીતે ભોળવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. જેના પગલે CBI દ્વારા આ તમામ કોલસેન્ટરો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : હપ્તાખોરીથી કંટાળેલા લોકોએ પોલીસને દોડાવી દોડાવીનો માર્યો ઢોર માર

મોડી રાત્રે સીબીઆઇની ટીમ દ્વારા વ્યાપક દરોડા

ગઇકાલે મોડી રાતથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં અનેક લોકોને ઝડપી પણ લેવાયા છે. સીબીઆઇની ટીમ દ્વારા અમદાવાદ તથા આસપાસમાં ચાલતા 35 જેટલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક કોલ સેન્ટરો પર દરોડા પડ્યા હતા. સૌથી આશ્ચર્યજનક બાબત છે કે, CBI દ્વારા સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Virat Kohli ની બેટિંગ જોવા કિશોર ઉન્નાવથી કાનપુર સાયકલ લઈને પહોંચ્યો, જુઓ વીડિયો

સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર CBI ની ટીમના દરોડા

CBI ની ટીમને કોલ સેન્ટરો સાથે પોલીસની સાંઠગાંઠની આશંકા હોય કે ગમે તે કારણો સર સીધા જ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની જાણ વગર જ સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા હતા. આખી રાત કોલ સેન્ટરો પર દરોડા અને સર્ચ ઓપરેશન સહિતની કામગીરી ચાલતી રહી હતી. જો કે હજી સુધી સીબીઆઇ દ્વારા આ અંગે કોઇ અધિકારીક માહિતી આપવામાં આવી નથી. ઉપરાંત ધરપકડ કે કાર્યવાહી અંગે પણ કોઇ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો : Rain in Gujarat : અંતિમ રાઉન્ડમાં મેઘરાજા વિફર્યા! જાણો આવતીકાલ કેવી રહેશે ?

Tags :
Ahmedabad NewsDelhi CBIGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati SamacharIllegal Call Centerlatest newsRaid on Call CentersSpeed NewsTrending News
Next Article