ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સ્મશાનમાં પણ હવે ભ્રષ્ટાચાર, કામગીરી પૂરી થયા પહેલા જ થયું જમીનદોસ્ત

VADODARA : વડોદરા ( VADODARA ) જીલ્લાના વાઘોડિયા તાલુકાના કોતંબી ગામે બની રહેલ એક નવીન સ્મશાનમાં ભ્રષ્ટાચારની બુમો ઉઠવા પામી છે. જેમાં સ્મશાનની કામગીરી હજીતો પૂર્ણ નથી થઇ ત્યાર પહેલાં સમશાન જમીનદોસ્ત થઈ જતાં ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો....
03:56 PM May 11, 2024 IST | Harsh Bhatt

VADODARA : વડોદરા ( VADODARA ) જીલ્લાના વાઘોડિયા તાલુકાના કોતંબી ગામે બની રહેલ એક નવીન સ્મશાનમાં ભ્રષ્ટાચારની બુમો ઉઠવા પામી છે. જેમાં સ્મશાનની કામગીરી હજીતો પૂર્ણ નથી થઇ ત્યાર પહેલાં સમશાન જમીનદોસ્ત થઈ જતાં ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

ગામ લોકોના કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ

વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે નવીન સ્મશાનની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી હજી પૂર્ણ પણ નથી થઈ અને ગણતરીના દિવસોમાં જ એકાએક સ્લેબ ધરાશાયી થવા પામ્યો હતો. આ સ્મશાનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનો અક્ષય જોવા મળ્યો હતો. કેટલાક ગામ લોકોએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલ મટીરીયલ જે હલકી ગુણવત્તાનું હોવાનું જણાવી રહ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટરે સ્લેબ બાંધે ગણતરીના દિવસો થયા હતા અને એકાએક સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. જેનાથી વધુ કયુ ઉત્તમ ઉદાહરણ હોઈ શકે.

ગણતરીના દિવસોમાં જ સ્લેબ જમીનદોસ્ત

જાણવા મળતી માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે બની રહેલ સ્મશાનમનો સ્લેબ ગણતરીના દિવસો થયા હતા અને ગણતરીના દિવસોમાં જ આ સ્લેબ એકાએક ધરાશયી થઈ ગયો હતો અને જમીનદોસ્ત થઈ જવા પામ્યો હતો . નવીન સ્મશાન બની રહ્યું હતું હજુ તો સમશાનનો સ્લેબ ખોલતાજ શમશાન પડીને જમીન દોષ થઈ ગયું શમશાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોમાં આક્ષેપ કર્યો છે.

સાંસદની ગ્રાન્ટમાંથી કામગીરી

કોટમબી ગ્રામ પંચાયતમાં સાંસદની ગ્રાન્ટમાંથી નવીન સ્મશાન બનાવવામાં આવી રહ્યું હતું. નવીન સ્મશાનની સ્લેપ સાથે જમીન દોસ્ત થઈ ગયું સ્મશાન જમીન દોસ્ત થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સ્મશાનની કામગીરીમાં વપરાતું સિમેન્ટ તેમજ સળીનું મટીરીયલ હલકી ગુણવત્તાનું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.શમશાનના સ્લેબ સાથે શમશાન ના બીમ કોલમ પણ જમીનદોસ્ત થઈ ગયા સ્મશાનનો ઉપયોગ થાય તે પહેલા જમીનદોસ્ત થતા ગ્રામજનોનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપો કર્યો છે.

વહીવટી તંત્ર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત

સમગ્ર ઘટના બાબતે મીડિયાના કર્મચારીઓએ વહીવટી તંત્રના અધિકારીઓ સાથેથી જાણવા મળતી માહિતી મુજબ હાલ આ કામગીરી ચાલી રહી હતી. તે સમય દરમિયાન સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે કામગીરીની ગુણવત્તાની ચકાસણી કે સ્થળ વિઝીટ કરવાનો સમય મળ્યો ન હતો એટલું જ નહીં પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ પણ આ બાબતે ઢાંક પીછોળો કરતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું.

પ્રવર્તમાન સરકારના રૂપિયાનો વ્યય

પ્રવર્તમાન સરકારશ્રી દ્વારા નાનામાં નાના ગામડાઓને સુવિધાઓથી સજ્જ બનાવવા માટે મોટી- મોટી ગ્રાન્ટો આપવામાં આવે છે. પરંતુ આ અંધેર વહીવટી તંત્રના કારણે સરકારશ્રીના રૂપિયાનો વ્યય થતો હોય અને તેનો સદુપયોગ થવાની જગ્યાએ માત્રને માત્ર અન્ય લોકોની સુવિધાઓ સચવાતી હોય તેવું જાણવા મળ્યું હતું.

ગ્રામના પંચાયત માજી સરપંચ કાંતિભાઈએ જણાવ્યું

ગ્રામ પંચાયતના માજી સરપંચ કાંતિભાઈએ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા ઉચ્ચ ગુણવત્તાનું મટીરીયલ ન વાપરવાના કારણે આ સ્લેબ ગણતરીના દિવસોમાં જ બેસી ગયો હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં તેઓ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર કામગીરી યોગ્ય ગુણોતરના મટીરીયલ સાથે ફરીથી કરવામાં આવે તેવી ઉચ્ચ રજૂઆતો અમે વહીવટી તંત્રને પણ કરીશું.

અહેવાલ : પીન્ટુ પટેલ

આ પણ વાંચો : Result : ગુજરાતમાં જ આટલા બધા વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ

Tags :
ConstructionCorruptioncrematoriumCrematorium facilitycrematorium kosambiKOSAMBI VILLAGEVadodaraVADODARA SMASHAANvaghodiya
Next Article