Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં એમ્બ્રોયડરી યુનિટ ધારકો વીજકાપથી પરેશાન

અહેવાલ--રાબિયા સાલેહ,સુરત એમ્બ્રોયડરી વેપારીઓ પહોંચ્યા જીઈબી કચેરી યુનિટને નુકશાન જતા વેપારી, કર્મીઓ લડી લેવાના મુડમાં ૫૦૦૦ થી વધુ એમ્બ્રોડરી યુનિટને ભારે નુકશાન  કૌસાર, ભરથાણા અને અમરોલીના ઉદ્યોગકારો વીજળી ની સમસ્યા થી પરેશાન એક લાખ થી વધુ લોકોની રોજગારીને અસર ૨૪...
સુરતમાં એમ્બ્રોયડરી યુનિટ ધારકો વીજકાપથી પરેશાન
અહેવાલ--રાબિયા સાલેહ,સુરત
એમ્બ્રોયડરી વેપારીઓ પહોંચ્યા જીઈબી કચેરી
યુનિટને નુકશાન જતા વેપારી, કર્મીઓ લડી લેવાના મુડમાં
૫૦૦૦ થી વધુ એમ્બ્રોડરી યુનિટને ભારે નુકશાન 
કૌસાર, ભરથાણા અને અમરોલીના ઉદ્યોગકારો વીજળી ની સમસ્યા થી પરેશાન
એક લાખ થી વધુ લોકોની રોજગારીને અસર
૨૪ કલાકમાં પાંચ વાર વીજળીમાં કાપ અને વીજળી ડીમ થવાની તકલીફ 
ડીઝલનો ખર્ચો મોંઘો પડતાં આવક કરતાં જાવકમાં વધારો
વીજળીના કારણે કોમ્પ્યૂટરો ઉડવા સાથે મશનરીઓ ખરાબ થવાની ફરિયાદ ઉઠી
વિશ્વભરમાં સુરત શહેર કાપડ ઉદ્યોગની એક આગવી ઓળખ ધરાવે છે અને આ કાપડ ઉદ્યોગનો એક ભાગ છે એમ્બ્રોયડરી યુનિટ. એમ્બ્રોયડરી યુનિટ ધમધમતા રહેતા કાપડ ઉદ્યોગને વેગ મળે છે, પરંતુ હાલ આ યુનિટો પરેશાનીમાં મુકાયા છે. સુરત ના છેવાડે આવેલા અમરોલી ઉત્રાણ, છાપરાભાઠા અને કોસાડ સહિતના વિસ્તારોમાં આવેલા એમ્બ્રોયડરી યુનિટ હાલ વીજળી કાપ અને એના ઝટકા થી મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ વિસ્તારમાં કુલ ૫ હજારથી વધુ એમ્બ્રોયડરી યુનિટો ધમધમી રહ્યા છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષ થી વીજળી કાપ થી થતી સમસ્યા અને ડી.જી.વી.સી.એલ ના અધિકારી કર્મીઓની લાપરવાહી તથા બેદરકારીના કારણે આ ઉદ્યોગને એક મોટું નુકશાન થઈ રહ્યું હોવાના એમ્બ્રોયડરી યુનિટ માલિકોએ આક્ષેપ કર્યો છે.
એમ્બ્રોયડરી યુનિટધારકોને ભારે આર્થિક નુકસાન
સુરતમાં ધમધમતા એમ્બ્રોયડરી યુનિટધારકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો હોવાનું એમ્બ્રોયડરી ઉદ્યોગકારો એ જણાવ્યું હતું. વિજળી કાપ અને તેના આવતા જતાં ઝટકાથી એમ્બ્રોયટરી મશીનોના મધરબોર્ડ ઉડવાને કારણે લાખોના ખર્ચે ખરીદેલા મશીનોમાં હજારોનો ખર્ચો માથે પડી રહ્યો છે એટલુજ નહિ યુનીટમાં કાર્યરત કોમ્પ્યુટરો પણ સતત ઉડી રહ્યા હોવાની રાવ ઉઠી છે . મસ મોટું નુકશાન થતાં એમ્બ્રોયડરી વેપારીઓની હાલત ખરાબ થઈ રહી છે.એકથી દોઢ લાખ શ્રમિકોને રોજગાર આપતો આ ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષ થી સતત સતત વીજળી કાપ સહિતની સમસ્યા થી ઝુઝી રહ્યો છે.
મોરચો લઈ સૂત્રોચ્ચાર
વીજળી કાપ ની સમસ્યા થી કંટાળી ૨૦૦ થી વધુ એમ્બ્રોયડરી વેપારીઓ ડી.જી.વી.સી.એલ.ની કચેરીએ મોરચો લઈ સૂત્રોચ્ચાર સાથે સમસ્યા દુર કરવા માંગ કરી હતી, સાથે તમામ યુનિટ વેપારીઓએ ડી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સમક્ષ પોતાની દોસ્તી થી દર્શાવી વીજળી કાપ અને વીજળીના આવતા જતા ઝટકાની સમસ્યા દૂર કરવા રજૂઆત કરી હતી.
 સમસ્યાનું નિરાકરણ લાવવાની રજુઆત
સુરતના અમરોલી અને કોસાડ સાથે જ ભરથાણામાં છેલ્લા દોડ વર્ષ થી અવારનવાર વીજળી કાપની સમસ્યા ની રજૂઆતો ફરિયાદો અધિકારીઓ સમક્ષ અનેકવાર કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ભારે નુકસાની થતાં એમ્બ્રોયડરી વેપારીઓ ડીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પાવર કાપ અને પાવર ટ્રીપીંગને પગલે સેંકડો એમ્બ્રોયટરી યુનિટ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીજીવીસીએલના લાલિયાવાડીને કારણે ભારે આર્થિક નુકસાન વેઠનારા એમ્બ્રોયડરી વેપારીઓનો ધીરજ આજે ખૂટી હતી,   જેના કારણે મોટી સંખ્યામાં ડીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ પાવર કાપથી માંડીને વીજ પુરવઠામાં ટ્રીપિંગને કારણે થઈ રહેલા નુકસાન અંગે થતાં નુકશાની અંગે રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની રજુઆત કરી હતી. જો કે આ તમામ વચ્ચે ડીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા આગામી ૨૦ દિવસમાં સમસ્યા દૂર કરવા અંગેની બાંહેધરી આપવામાં આવી હતી.

 

Advertisement

Advertisement
Tags :
Advertisement

.