Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Border Security Force માટે "એક રાખી દેશ કે જવાનો કે નામ”

Border Security Force – BSF- દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને ૧ લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું રક્ષા કવચ મળશે. “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલશે....
border security force  માટે  એક રાખી દેશ કે જવાનો કે નામ”
Advertisement
  • Border Security Force – BSF- દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને ૧ લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું રક્ષા કવચ મળશે.
  • “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલશે.

Border Security Force માટે રાખડી કળશ  CM શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતીમાં કળશ અર્પણ વિધિ સંપન્ન. 

દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને ૧ લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે.
​દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે.
ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે કર્યો છે.

Advertisement

​આ હેતુસર રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે.

Advertisement

​મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા.

​તાપ, ટાઢ, વરસાદ કે કોઈપણ કપરી પરિસ્થિતીમાં અડિખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજરત રહેતા વીર સૈનિકો-જવાનોના દિર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભુતિ કરાવતી રહેશે.

​આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશ્નર શ્રી રાકેશ શંકર, આઈ.સી.ડી.એસ. કમિશ્નરશ્રી રણજીતકુમાર સિંહ, નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞીક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઈઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી.

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Amreli Murder : લાઠીમાં પતિ રમ્યો લોહીની હોળી, ચારિત્ર પર શંકા રાખી પત્નીની કરી હત્યા

featured-img
અમદાવાદ

Ahmedabad: ચાંદખેડામાં ધૂળેટીના દિવસે લિફ્ટમાં ફસાઈ 10 મહિલાઓ, ફાઈર વિભાગે કર્યું રેસ્કયૂ

featured-img
ગુજરાત

Gujarat :ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

featured-img
ગુજરાત

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

×

Live Tv

Trending News

.

×