Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માણસામાં MLA J.S.Patel દ્વારા ચલાવવામાં આવે છે શૈક્ષણિક સેવા યજ્ઞ

માણસા એટલે માણસાઈ જ્યાં જીવંત છે એવી નગરી. અગાઉ કહ્યું એમ માણસા એક એવું ગામ છે જ્યાં પગ મૂકતાં જ શાતા થાય. એશિયાની બીજા નંબરની સૌથી મોટી સહકારી ડેરી દૂધસાગરના સ્થાપક માનસિંહભાઈ પટેલ પણ માણસાની પાસે રાડાના.ચરાડા,આજોલ જેવાં પ્રગતિના પર્યાય...
માણસામાં mla j s patel દ્વારા ચલાવવામાં આવે છે શૈક્ષણિક સેવા યજ્ઞ

માણસા એટલે માણસાઈ જ્યાં જીવંત છે એવી નગરી. અગાઉ કહ્યું એમ માણસા એક એવું ગામ છે જ્યાં પગ મૂકતાં જ શાતા થાય. એશિયાની બીજા નંબરની સૌથી મોટી સહકારી ડેરી દૂધસાગરના સ્થાપક માનસિંહભાઈ પટેલ પણ માણસાની પાસે રાડાના.ચરાડા,આજોલ જેવાં પ્રગતિના પર્યાય સમા ગામો પણ માણસા પંથકના દેશમાં જેમના નામનો ડંકો વાગે છે એ હાલના ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ માણસાના જ વતની. આ ભૂમિની તાસીર જ કઇં ઓર છે.

Advertisement

ખમીરવંતી ધરાના ખમીરવંતા જનપ્રતિનિધિ

અંગ્રેજોના શાસનમાં આ વિસ્તારમાં મહેસૂલ વધારા સામે 1937માં આંદોલન થયેલું અને પ્રજાના આક્રોશ સામે સરકાર ઝૂકી ગઈ હતી. રાજકીય રીતે આ પંથક જેવો જાગૃત બીજો કોઈ પંથક નથી.દેશમાં જ્યારે જનસંઘ એટ્લે કે ભા.જ.પ.ની લોકસભામાં સમ ખાવા પૂરતી બે સીટો રહેતી એમાં એક સીટ મહેસાણાની રહેતી અને એ પીએન માણસા પંથકના વિજાપુરના ડો.એ.કે.પટેલની. એટ્લે વિધાનસભા હોય કે લોકસભા આ વિસ્તારમાં નબળા,કાચાપોચા ઉમેદવારનું કામ નહીં. એવા જ એક છે શ્રી જયંતિભાઈ સોમાભાઇ પટેલ એટ્લે કે લોકોના પ્રિય જે.એસ.પટેલ. માણસાના ધારાસભ્ય છે. જેમને માટે રાજકારણ પ્રવૃત્તિ નહીં ધર્મ છે. ધાર્મિક હોય કે સામાજિક કે પછી શૈક્ષણિક વિકાસ હોય એમાં જે.એસ. પટેલ પાછા ના પડે.

MLA J S Patel in Mansa Educational Service

Advertisement

લોકો સેવા સાથે શૈક્ષણિક સેવા

જે એસ પટેલે ખુબ જ સુંદર કામગીરી કરી છે. માણસા દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે.મુરબ્બી જે એસ પટેલ માત્ર ગાયત્રી મંદિર બનાવી અટક્યાં નથી. માણસા ખાતે વેદમાતા ગાયત્રી એજ્યુકેશન ટ્ર્સ્ટ દ્વારા જે.એસ.પટેલ ગાયત્રી શિક્ષણ સંકુલ ચલાવવામાં આવે છે જેમાં કેજીથી ધો 12 સુધી બંને માધ્યમ એટલે કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.સાથેસાથે બાળકના બહુવિધ વિકાસ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ પણ સ્કુલ ખાતે ચલાવવામાં આવે છે જેમ કે ડાન્સ, સ્કેટીંગ.આ શાળા લોકો માટે નમૂનારૂપ છે. શ્રી જયંતિભાઈ જેવા કર્મયોગી એક બે પ્રવૃત્તિથી સંતોષ માને જ નહીં. એમને તો હજી ઘણું કરવું છે. તેમનું આગામી દિવસોમાં માણસાના વિકાસને લઈને તેમનું ખૂબ જ લાંબુ વિઝન છે.

આ પણ વાંચો : માણસામાં નિર્માણ પામેલા વેદમાતા ગાયત્રીના કલાત્મક મંદિરમાં સાથે-સાથે ચાલે છે સેવાયજ્ઞ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.