Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : ખાનગી શાળાના સંચાલકોને શિક્ષણમંત્રીની ચીમકી

Gujarat-પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી સુચના ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ : રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી...
gujarat   ખાનગી શાળાના સંચાલકોને શિક્ષણમંત્રીની ચીમકી
Advertisement
  • Gujarat-પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી સુચના
  • ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ : રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા
  • પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી હતી.         

Gujarat રાજ્ય શિક્ષણમંત્રી શ્રી પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે.

Gujarat રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે  નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.
ખાનગી શાળાના સંચાલકોને વિનંતી સાથે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબુર કરી શકશે નહિ, તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી કે, કોઈ પણ બાળકને, તેના માતા પિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજા પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈ પણ રોક ટોક કરી શકશે નહિ જો કોઈ શાળા તેમનાં દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Advertisement

આ પણ વાંચો- Bharuch: અંકલેશ્વરમાં લેડી ડોન પલ્લવી પાટીલના આંતકે હદ વટાવી! કરતૂત CCTVમાં થઈ કેદ

Advertisement

Tags :
Advertisement

Trending News

.

×