Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો, ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ધરા ધ્રુજી

Valsad: વલસાડ (Valsad)થી 46 કિમી દૂર આ ભૂકંપ (Earthquake)નું કેન્દ્રબિંદુ નોંધાયું છે. વલસાડ (Valsad) જિલ્લામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
valsad જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો  ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ધરા ધ્રુજી
  1. વલસાડથી 46 કિમી દૂર એપિસેન્ટર નોધાયો
  2. 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
  3. ધરમપુર અને મહારાષ્ટ્રની બોર્ડર પર અનુભવાયો આંચકો

Valsad: ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર નજીક ભૂકંપ (Earthquake)નો આંચકો અનુભવાયો છે. મળતી વિગતો પ્રમાણે વલસાડ (Valsad) જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. વલસાડ (Valsad)થી 46 કિમી દૂર આ ભૂકંપ (Earthquake)નું કેન્દ્રબિંદુ નોંધાયું છે. વલસાડ (Valsad) જિલ્લામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જાણકારી પ્રમાણે ધરમપુર અને મહારાષ્ટ્રની બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હજુ સુધી કોઈ નુકશાની કે જાનહાનીના અહેવાલ સામે આવ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: Bharuch-Vadodara એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપાયુ 0.180 ગ્રામ MD ડ્રગ્સ, 3 ઈસમોની ધરપકડ

ગીર સોમનાથના તાલાલામાં પણ ભૂકંપ આવ્યો હતો

આ પહેલા પણ સૌરાષ્ટ્રમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા.થોડા દિવસો પહેલા અમરેલી જિલ્લામાં વિવિધ પંથકમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ત્યારે બાદ ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા તાલુકામાં ભૂકંપ આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, તાલાલામાં બપોરે અંદાજે 3.52 કલાકે ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાયો હતો. તાલાલા શહેર અને નજીકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 1.2 થી 1.5 સુધી આંકવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર બિંદુ તાલાલાથી 1 કિમી દૂર સાઉથ-સાઉથ વેસ્ટમાં હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Valsad: ઝાડી ઝાંખરામાંથી ત્રણથી પાંચ મહિનાનું નવજાત શિશુ મળી આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો હતો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ત્રણ નવેમ્બરે પણ ગુજરાતમાં ભૂકંપ (Earthquake)નો આંકચો અનુભવાયો હતો. કચ્છની (Kutch) ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્રણ તારીખે વહેલી સવારે 03.58 કલાકે આ આંચકો નોંધાયો હોવાની માહિતી હતી. ભૂકંપની (Earthquake) તીવ્રતા 3.4 હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી 53 કિમી દૂર હોવાનું માસૂમ થયું હતું. જો કે, તેમાં પણ ભૂકંપનાં કારણે કોઈ જાનહાનિનાં સમાચાર મળ્યા નહોતા.

Advertisement

આ પણ વાંચો: Bhavnagar: ડૉક્ટર સાથે બની Honey Trap ની ઘટના, નગ્ન વીડિયો બનાવી માંગ્યા અધધ રૂપિયા

Tags :
Advertisement

.