Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Environment Day: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મહિલાઓ થકી ચાલતી ઇ-રિક્ષા 

અહેવાલ--આશિષ પટેલ, નર્મદા  એક વર્ષ પહેલાં ઘરકામ કરી માત્ર સામાન્ય ગ્રામીણ ગૃહિણી ટ્રાયબલ તરીકેની ઓળખ ધરાવતી મહિલાઓ હવે જાતે રોજગારી મેળવતી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે એકતાનગર (કેવડિયા)માં ઈ-રિક્ષાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારથી  સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની...
world environment day  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મહિલાઓ થકી ચાલતી ઇ રિક્ષા 
અહેવાલ--આશિષ પટેલ, નર્મદા 
એક વર્ષ પહેલાં ઘરકામ કરી માત્ર સામાન્ય ગ્રામીણ ગૃહિણી ટ્રાયબલ તરીકેની ઓળખ ધરાવતી મહિલાઓ હવે જાતે રોજગારી મેળવતી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે એકતાનગર (કેવડિયા)માં ઈ-રિક્ષાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારથી  સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રોજેક્ટમાં ફરવા આવતા દેશ-વિદેશના પ્રવાસીઓની માગને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને ઈ-રિક્ષા મારફત ફરવા લાઇ જવા માટે  ઈ-રિક્ષા ચલાવવાથી મહિલાઓ આર્થિક રીતે પગભર થઇ છે. ઇ રિક્ષાના કારણે સમગ્ર વિસ્તારમાં પર્યાવરણની પણ જાળવણી થઇ રહી છે.
ઇ-રિક્ષાના કારણે પર્યાવરણની જાળવણી
 કેવડિયામાં ઈ-રિક્ષા શરૂ થવાથી પરિવારની આર્થિક સમૃદ્ધિતો થઈ જ છે, પરંતુ સાતપુડા અને વિંધ્યાચળની ગીરીમાળાઓમાં આવેલા વન વિસ્તાર અને પર્યાવરણને પણ નુકશાન થતું નથી. વન વિસ્તારની હરિયાળી જળવાઈ રહેવા સાથે દેશ-વિદેશના પ્રવાસીઓને પણ આનંદ અને મોજ આવે છે. મહિલાઓના પરિવારમાં સમૃદ્ધિ થકી ખુશહાલી આવી છે.
10 ઇ-રિક્ષા એકતાનગરમાં દોડી રહી છે
મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથેની આ અભિવ્યક્તિ વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષાનું સફળતા પૂર્વક સંચાલન ડ્રાયવિંગ કરતી સ્થાનિક આદિવાસી બહેનોની છે. જેથી નર્મદે સર્વદેની ઉક્તિ ખરા અર્થમાં સાચી ઠરી રહી SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછું થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જે સ્વપ્ન સાકાર થતા ઓગષ્ટ-2021માં જ પ્રારંભિક ધોરણે 10 જેટલી મહિલા સંચાલિત ઈ-રિક્ષાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. જે આજે એકતાનગરના રાજમાર્ગ પર દોડી રહી છે. તબક્કાવાર આસપાસના ગામોની મહિલાઓને વાગડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે ઈ-રિક્ષા પરિચાલનની મહિલા પાયલોટને વિધિસરની તાલીમ આપી એઆરટીઓ-નર્મદા દ્વારા રિક્ષા ચલાવવાનું ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
પ્રવાસીઓને ઈ-રિક્ષા ખૂબ જ પસંદ આવી રહી છે
અહીં આવતા પ્રવાસીઓને ઈ-રિક્ષા ખૂબ જ પસંદ આવી રહી છે. બહેનોને રિક્ષા ચલાવતા જોઈને પ્રવાસીઓ પણ ખૂબ જ ખુશી અને આનંદ અનુભવી રહ્યા છે.આજે સૌ મળીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે ખરા અર્થ માં વિશ્વમાં પર્યાવરણની રક્ષા માટે sou પર ઇ રીક્ષા ચલાવતી મહિલાઓ એક પ્રદુષણ મુક્ત વાતાવરણ બનાવી ઉદાહરણ પૂરું પાડી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.