Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SC/ST ભારત બંધને લઈને ગુજરાતમાં અહી બજારો દેખાયા સજ્જડ બંધ!

SC-ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે.રાજ્યના...
12:12 PM Aug 21, 2024 IST | Harsh Bhatt

SC-ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે.રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે.કોંગ્રેસે પણ રાજસ્થાનમાં બંધને સમર્થન આપ્યું છે.જયપુર સહિત 16 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ અને પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે. આ ભારત બંધની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ચાલો જાણીએ ભારત બંધમાં કેવા રહ્યા છે ગુજરાતના હાલ

દહેગામમાં SC/ST અનામતમાં ભારત બંધને કારણે બજારો સજ્જડ બંધ

ભારત બંધના એલાનને પગલે દહેગામમાં બજારો સજ્જડ બંધ રહ્યા.સુપ્રીમ કોર્ટના એસસી/એસટી અનામત સંબંધિત નિર્ણયના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું,જેના પ્રભાવથી દહેગામમાં વહેલી સવારથી જ સમગ્ર શહેરના મુખ્ય બજારો, દુકાનો અને કોમ્પ્લેક્સ બંધ જોવા મળ્યા જૂના બજાર, સરદાર શોપિંગ સેન્ટર, ઔડા શોપિંગ સેન્ટર, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન રોડ, એમજી અમીન કોમ્પલેક્સ અને અનેક અન્ય વિસ્તારોમાં વ્યાપાર સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યો છે. નહેરુ ચોકડી, માલમુકુંદ કોમ્પ્લેક્સ, વંદે માતરમ કોમ્પલેક્સ, ગોમતી કોમ્પલેક્સ, અને તાલુકા પંચાયત રોડ સહિતના વિસ્તારોમાં પણ બંધનો પ્રભાવ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે પોલીસે શહેરમાં સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. દહેગામના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું.

દાંતા તાલુકામાં પણ દેખાઈ અસર

ભારત બંધના એલાનના પગલે દાંતા તાલુકામાં પણ તેની સર જોવા મળી,જેમાં હડાદ અને આસપાસના અંતરિયાળ ગામો સંપૂર્ણપણે બંધ રહ્યા હડાદના વેપારી એસોસિએશન અને બિરસા મુંડા ગ્રુપે બંધને સમર્થન આપીને તમામ પ્રવૃત્તિઓ બંધ રાખી.ઉલેખનીય છે કે, આદિવાસી વિસ્તારો ધરાવતા ગામોમાં આ બંધની અસર વધુ પ્રબળ બની હતી.

ડીસા શહેરમાં ભારત બંધની અસર દેખાઈ

સુપ્રીમ કોર્ટના SC/ST અનામત સંબંધિત ચુકાદા સામે ડીસા શહેરમાં ભારત બંધની અસર જોવા મળી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત બંધને મજબૂત સમર્થન આપ્યું અને અનુસૂચિત જાતિના લોકો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું. ડીસાના મુખ્ય વિસ્તારોમાં, ખાસ કરીને દીપક હોટલ નજીક, આ પ્રદર્શન થયું. SC/ST સમાજના લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મળીને આ વિરોધનું આયોજન કર્યું, જેને શહેરના વિવિધ વર્ગોનો પણ સમર્થન મળ્યું.

ટાયર સળગાવાથી વધ્યો વિરોધ, ડીસા પોલીસની ઝડપી કાર્યવાહી

ડીસામાં દીપક હોટલ નજીક અનોખો વિરોધ જોવા મળ્યો, જેમાં અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓએ ટાયર સળગાવીને વિરોધ દર્શાવ્યો.આ પ્રદર્શન દરમિયાન ડીસા પોલીસે તાત્કાલિક પગલાં લઈ, તમામ હોદ્દેદારોની અટકાયત કરી. આ ઘટનાએ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જ્યો હતો, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહીને કારણે શાંતિ જાળવી રાખવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો : Assembly: વિધાનસભાના 3 દિવસનું ટૂંકુ સત્ર આજથી શરુ...

Tags :
CREAMYLAYERDahegamDantadishaEqualityForAllGujaratJusticeForSCSTSCSTBharatBandhSCSTRightsSCSTStrugglesupremecourt
Next Article