ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Talala Health Centre: હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓને ભારે હાલાકી, બાંકડા પર ચડી રહ્યાં છે બાટલા

નર્સિંગ સ્ટાફના બદલે પટાવાળા બાટલા ચડાવતા હોવાનો ખુલાસો તાલાલા તાલુકાના 43 ગામના દર્દીઓને પારાવાર હાલાકી હોસ્પિટલમાં જગ્યાના અભાવે દર્દીઓ ને ખૂબ મોટી હાલાકી Talala Health Centre: ગુજરાત વિકસિત હોવાના દાવા અત્યારે થઈ રહ્યાં છે. હોસ્પિટલ ક્ષેત્રમાં ગુજરાતે સારી એવી...
05:02 PM Sep 10, 2024 IST | VIMAL PRAJAPATI
Talala Health Centre
  1. નર્સિંગ સ્ટાફના બદલે પટાવાળા બાટલા ચડાવતા હોવાનો ખુલાસો
  2. તાલાલા તાલુકાના 43 ગામના દર્દીઓને પારાવાર હાલાકી
  3. હોસ્પિટલમાં જગ્યાના અભાવે દર્દીઓ ને ખૂબ મોટી હાલાકી

Talala Health Centre: ગુજરાત વિકસિત હોવાના દાવા અત્યારે થઈ રહ્યાં છે. હોસ્પિટલ ક્ષેત્રમાં ગુજરાતે સારી એવી પ્રગતિ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વાસ્તવિકતા કેટલી સાચી છે? ગીર સોમનાથ જિલ્લાના તાલાલા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની હાલત કફોડી હોવાનું સામે આવ્યું છે. અત્યારે એવી તસવીરો સામે આવી રહીં છે જેમાં આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને બાંકડા પર બાટલા ચડાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ અહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ABVP એ GTU માથે લીધું, અધિકારીઓની ભૂલનો ભોગ બન્યા કુલપતિ

ડૉક્ટરોની બેદરકારીના કારણે 43 ગામોના દર્દીઓ પરેશાન

નોંધનીય છે કે, આ આરોગ્ય કેન્દ્રમાં તાલાલા તાલુકાના 43 ગામોના દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ડૉક્ટરોની બેદરકારીના કારણે 43 ગામોના દર્દીઓ અત્યારે પરેશાન થઈ રહ્યાં છે. વિગતો એવી પણ સામે આવી છે કે, એક તરફ હોસ્પિટલનો 50 ટકા ભાગ ડિમોલેશન થયું છે. તો બીજી બાજુ 50 ટકા હોસ્પિટલ ચાલુ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે જગ્યાના અભાવના કારણે દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યો છે.

આ પણ વાંચો: Surat Stone Pelting : પોલીસની હાજરીમાં વાહનોને આગચાંપી! આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

હોસ્પિટલ અધિક્ષક ડૉ. હડિયલ બેજવાબદારી પૂર્વકનું વર્તન

વિગતો અત્યારે એવી પાણ સામે આવી છે. કે, હોસ્પિટલ અધિક્ષક ડૉ. હડિયલ બેજવાબદારી પૂર્વકનું વર્તન કરી રહ્યાં છે. તેઓ દર્દીઓને એવું કહીં રહ્યાં છે કે, જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં કરી દો! એક સરકારી ડૉક્ટર આવું વર્તન કેવી રીતે કરી શકે? આખરે તેને પગાલ જનતાના પૈસાથી જ આપવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા 15 દિવસથી દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે પરંતુ તંત્ર કે રાજકીય નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી.

આ પણ વાંચો: Gujarat : દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં બે નરાધમોને કોર્ટે ફટકારી આકરી સજા અને દંડ, વાંચો વિગત

Tags :
GujaratGujarati NewsTalala Health CentreTalala Health Centre NewsTalala NewsTalala TalukaVimal Prajapati
Next Article