Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar: ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી ટ્રેનો 20 જુલાઈએ પણ રહેશે અસરગ્રસ્ત

Porbandar: પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનો 20 જુલાઈએ પણ અસરગ્રસ્ત રહેશે. તેને લઈને કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, પોરબંદર (Porbandar)માં પણ અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. પોરબંદર (Porbandar)માં છેલ્લા 24...
porbandar  ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી ટ્રેનો 20 જુલાઈએ પણ રહેશે અસરગ્રસ્ત

Porbandar: પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનો 20 જુલાઈએ પણ અસરગ્રસ્ત રહેશે. તેને લઈને કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, પોરબંદર (Porbandar)માં પણ અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. પોરબંદર (Porbandar)માં છેલ્લા 24 કલાકમાં વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો રાણાવાવ 4.15 તો કુતિયાણામાં એક ઇંચ વરસાદ થયો છે. જેને લઈને કેટલીક વધુ ટ્રેનોને અસર થશે તેવી માહિતી સામે આવી છે.

Advertisement

આગામી 22.00 વાગ્યા સુધીના ટ્રેનના ટાઈમ ટેબલનો અપડેટ

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે કેટલીક વધુ ટ્રેનોને અસર થશે. જેને લઈને આ ટ્રેન સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે.

  • ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર સ્પેશિયલ જે 19.07.2024 ના રોજ ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે દોડવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ જે પોરબંદરથી સવારે 5.45 કલાકે ઉપડે છે તે 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર જે રાજકોટથી 16.10 કલાકે ઉપડે છે તે 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ 19.35 કલાકે પોરબંદરથી ઉપડતી ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
  • 19.07.2024ની પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેન (19016) સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર 09549/09550 પોરબંદર-ભાણવડ-પોરબંદર 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 09515/09516 પોરબંદર-કાનાલુસ-પોરબંદર 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

નોંધનીય છે કે, પોરબંદર (Porbandar)માં ભારે વરસાદ થયો છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ કરી દીધી છે. જેને લઈને રેલવે પ્રશાસને મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદર (Porbandar)માં વરસાદના કારણે થયેલા નુકસાનની વાત કરવામાં આવે તો, શહેરમાં અતિવૃષ્ટિના કારણે 550 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અચતગ્રસ્ત વિસ્તારના લોકોને સેલટર હોલ અથવા સ્કૂલોમાં સ્થળાંતર કરાયા છે. શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે. પોરબંદર ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. નોંધનીય છે કે, 6 ટ્રેનના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે 3 ટ્રેન સંપુર્ણ રદ કરવામા આવી છે.

Advertisement

આ પણ વાંચો: Porbandar: અતિવૃષ્ટિના કારણે 550 થી વધુ લોકોનું સ્થળાંતર, 1983 ના પૂર બાદ રેકોર્ડ બ્રેક વરસાદ

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ થતા દ્વારકા ધમરોળાયું, Gujarat Firstનું ગ્રાઉન્ડ ઝીરો Reporting

આ પણ વાંચો: Idar તાલુકાના 15 ખેડૂતોને વાવ્યું મકાઈનું આ બોગસ બિયારણ, આખી સિઝન પર ફેરી વળ્યું પાણી

Tags :
Advertisement

.