Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: મહિલા તબીર સાથે બનેલી ઘટના બાદ ગુજરાતના તબીબો એક્શનમાં, આવતીકાલથી હડતાલની જાહેરાત

સમગ્ર ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન આવતીકાલથી હડતાલ ઉપર OPD અને વૉર્ડ સહિતની તમામ બિન-ઇમર્જન્સી મેડિકલ સેવાઓથી રહેશે દૂર સત્તાવાળાઓ પાસેથી મજબૂત ન્યાય અને કડક પગલાંની JDA ની માંગણી Gujarat: કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને મર્ડરની ઘટના બાદ સમગ્ર...
gujarat  મહિલા તબીર સાથે બનેલી ઘટના બાદ ગુજરાતના તબીબો એક્શનમાં  આવતીકાલથી હડતાલની જાહેરાત
  1. સમગ્ર ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન આવતીકાલથી હડતાલ ઉપર
  2. OPD અને વૉર્ડ સહિતની તમામ બિન-ઇમર્જન્સી મેડિકલ સેવાઓથી રહેશે દૂર
  3. સત્તાવાળાઓ પાસેથી મજબૂત ન્યાય અને કડક પગલાંની JDA ની માંગણી

Gujarat: કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને મર્ડરની ઘટના બાદ સમગ્ર ગુજરાત (Gujarat)ના તબીબો એક્શનમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સમગ્ર ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન (Gujarat Junior Doctor Association) આવતીકાલથી હડતાલ ઉપર રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે OPD અને વૉર્ડ સહિતની તમામ બિન-ઇમર્જન્સી મેડિકલ સેવાઓથી દૂર રહેવાનો લેવાયો નિર્ણય લેવાયો છે.

Advertisement

આ પણ વાંચો: KOLKATA DOCTOR CASE : પીડિતાએ મૃત્યુ પહેલા પોતાની ડાયરીમાં લખ્યા હતા આ શબ્દો, વાંચશો તો તમારું હ્રદય પણ પીગળી જશે

માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમર્થન જાહેર

નોંધનીય છે કે, સંબંધિત સત્તાવાળાઓ પાસેથી મજબૂત ન્યાય અને કડક પગલાંની JDA ની માંગણી કરવામાં આવી છે. કોલકત્તા ડોક્ટર્સ એસોસિએશન (Kolkata Doctors Association)ની તમામ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. તબીબોની સુરક્ષા વધારવા કાયદો લાવવા પણ તબીબો દ્વારા માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ (Ahmedabad Asarwa Civil Hospital) સાથે સંકળાયેલા જેડીએના તબીબોએ રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: RG Kar Medical College અને હોસ્પિટલમાં તોડફોડ મામલે પોલીસ એક્શનમાં, 9 લોકોની ધરપકડ

GMERS મેડીકલ કોલેજ દ્વારા જાહેર કરવામાં આવી એડવાઈઝરી

આ સાથે એક અન્ય વિવાદ પણ સામે આવ્યો છે. GMERS મેડીકલ કોલેજ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે સાથે ફરજ દરમિયાન પરિચિત કર્મચારીને સાથે રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો 181 પર જાણ કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ પ્રશ્ન હવે એ થાય છે કે, શું મહિલા રેસિડેન્ટ તબીબે હવે સુરક્ષા સાથે લાવવી પડશે? રાત્રિના મોડે બહાર જવાનું ટાળવું આવો સંદેશ આપવાનું કારણ શું? શું આ માટે તંત્રએ સુરક્ષામાં વધારો ના કરવો જોઈએ? અત્યારે આવી હાસ્યાસ્પદ એડવાઈઝરી આપવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.