ગુજરાત NSUI જનરલ સેકેટરી તરીકે દિયાબા રાજપુતની નિમણુંક
નેશનલ સ્ટુડન્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ નિરજ કુંદન, ગુજરાત પ્રદેશ NSUI ઈન્ચાર્જ અંકુશ ભટનાગરની સુચનાથી ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોંલકી દ્વારા ગુજરાત પ્રદેશ NSUI જનરલ સેકેટરી ના પદ પર દિયાબા મહેશભાઈ રાજપુતની નિમણુંક કરવા મા આવી છે. દિયાબા રાજપુત...
નેશનલ સ્ટુડન્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ નિરજ કુંદન, ગુજરાત પ્રદેશ NSUI ઈન્ચાર્જ અંકુશ ભટનાગરની સુચનાથી ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોંલકી દ્વારા ગુજરાત પ્રદેશ NSUI જનરલ સેકેટરી ના પદ પર દિયાબા મહેશભાઈ રાજપુતની નિમણુંક કરવા મા આવી છે.
દિયાબા રાજપુત હાલ અમદાવાદ ખાતે બી.એ - એલ.એલ.બીનો અભ્યાસ કરી રહ્યા છે
દિયાબા રાજપુતના પિતા શ્રી મહેશભાઈ રાજપુત પણ ગુજરાત પ્રદેશ NSUI ના ઉપપ્રમુખ ના પદ પર ૧૯૯૨ થી ૧૯૯૭ સુધી રહી ચુક્યા છે અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે. દિયાબા રાજપુતની નિમણૂંકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિત સિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાન પરિષદ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પુર્વ મેયર અને પુર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિંમત સિંહ પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજય સિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા છે.
Advertisement