Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diu: મધ દરિયે ડૂબી વણાકબારાની ફાયબર બોટ, ડૂબતી બોટની ઘડીનો સામે આવ્યો Video

વણાકબારાથી 40થી 45 કિમી દૂર દરિયામાં બોટની જળ સમાધી દેવ સાગર બોટમાંથી ટંડેલ અને ખલાસીઓનો આબાદ બચાવ બીજી બોટ દ્વારા તમામ લોકોનો આબાદ બચાવી કરી લેવાયા Diu: દીવથી અત્યારે એક અતિ મહત્વના સમાચાર સામે આવ્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ...
diu  મધ દરિયે ડૂબી વણાકબારાની ફાયબર બોટ  ડૂબતી બોટની ઘડીનો સામે આવ્યો video
  1. વણાકબારાથી 40થી 45 કિમી દૂર દરિયામાં બોટની જળ સમાધી
  2. દેવ સાગર બોટમાંથી ટંડેલ અને ખલાસીઓનો આબાદ બચાવ
  3. બીજી બોટ દ્વારા તમામ લોકોનો આબાદ બચાવી કરી લેવાયા

Diu: દીવથી અત્યારે એક અતિ મહત્વના સમાચાર સામે આવ્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ (Diu)ના વણાકબારાની એક ફાયબરની બોટ દરિયામાં ડૂબી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે દરિયામાં આશરે વણાકબારાથી 40 થી 45 કિમી દૂર દરિયામાં ફાયબરની બોટ ડૂબી હોવાનું સામે આવ્યું છે. દેશ સાગર બોટમાં રહેલા ટંડેલ તથા ખલાસીઓનો બીજી બોટ દ્વારા આબાદ બચાવ કરી લેવામાં આવ્યું છે.

Advertisement

બોટે જળ સમાધી લેતા ભારે નુકસાન થયું

જાણકારી પ્રમાણે દેવ સાગર બોટના રજી, IND-DD-02-MM-192, બોટના માલિક ચંદ્રકાન્ત ગીવા અને વણાકબારાના રહેવાસીની બોટે જળ સમાધી લેતા ભારે નુકસાન થયું છે. દીવ (Diu)ના મધ દરિયે ડુબતી બોટનો વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પ્રમાણે વાત કરવામાં આવે તો, બોટ ડૂબતા લોકો ચિસો પાડી હતી. જો કે, ખલાસીઓનો બીજી એક બોટ દ્વારા બચાવ કરી લેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: મનપાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ચેકીંગ, નાઘેડી વિસ્તારમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

બોટ ડૂબતી ઘડીનો વીડિયો પણ બહાર આવ્યો છે,

દીવ (Diu)ના વણાકબારા વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં દેશ સાગર નામની ફાયબર બોટ દરિયામાં ડૂબી ગઈ. આશરે 40-45 કિ.મી. દૂર, દરિયામાં બોટને જળ સમાધી મળતા બોટના ટંડેલ અને ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. બોટના માલિક ચંદ્રકાન્ત ગીવા, વણાકબારા રહે છે. જેમણે આ ઘટનામાં મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. બોટ ડૂબતી ઘડીનો વીડિયો પણ બહાર આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ બોટ મધ દરિયામાં ડૂબી ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: ભારતના માનવરૂપી હીરા માટે 11 હજાર અમેરિકન હીરાથી બનાવી તસવીર

આ પણ વાંચો: Baba Siddique ની હત્યામાં ચોથા આરોપીની થઈ ઓળખ, પટિયાલા જેલમાંથી....

Tags :
Advertisement

.