Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના હીરા ઉદ્યોગકારોને દુબઈમાં કંપની શરૂ કરવા માટે આમંત્રણ, સ્પેશિયલ સ્કિમ અપાશે

અહેવાલઃ આનંદ પટણી, સુરત  વિશ્વમાં હીરાનું સૌથી વધુ ઉત્પાદન સુરત શહેરમાં થાય છે. વિશ્વમાં બનતા દસ હીરા માંથી આઠ હીરા સુરતમાં તૈયાર થાય છે ત્યારે હીરાની ચમક ધમક અન્ય દેશોમાં પણ પણ વધે તે માટે દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટર (DMCC)દ્વારા...
સુરતના હીરા ઉદ્યોગકારોને દુબઈમાં કંપની શરૂ કરવા માટે આમંત્રણ  સ્પેશિયલ સ્કિમ અપાશે

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

Advertisement

વિશ્વમાં હીરાનું સૌથી વધુ ઉત્પાદન સુરત શહેરમાં થાય છે. વિશ્વમાં બનતા દસ હીરા માંથી આઠ હીરા સુરતમાં તૈયાર થાય છે ત્યારે હીરાની ચમક ધમક અન્ય દેશોમાં પણ પણ વધે તે માટે દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટર (DMCC)દ્વારા સુરતના હીરા ઉદ્યોગ સાથે એક બેઠક કરવામાં આવી હતી. ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓ સાથે મિટિંગ કરી હતી અને એસોસિએશનના સદસ્યોને ડી એમ સી સી દ્વારા ત્યાં કંપની શરૂ કરવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

Advertisement

દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટરના ચેરમેન અને અન્ય પદાધિકારીઓ બુધવારે સુરત ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓ સાથે મીટીંગ કરી હતી આ મિટિંગમાં એસોસિએશનના સભ્યોને ત્યાં કંપની શરૂ કરવા માટે આમંત્રણ આપવાની સાથે ખાત્રી પણ આપી હતી કે જો તમે ત્યાં કંપની શરૂ કરશો તો તમને સ્પેશિયલ સ્કીમ આપવામાં આવશે. આ સિવાય સુરત થી દુબઈ માટે ફ્લાઇટ શરૂ કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Advertisement

દુબઈથી આવેલું આ ડેલીગેશન સુલાયેમની અધ્યક્ષતામાં આવ્યું હતું. સુલાયેમે જણાવ્યું હતી કે 2024માં દુબઈ ને ક્રિંબર્લી prosesnu અધ્યક્ષ પદ બીજી વખત મળવા મટે જઈ રહ્યું છે. ત્યારે તેઓ સુરત સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવવા માટે જઈ રહ્યા છે.

ડીએમસીસી હીરા ઉદ્યોગનો મોટું હબ એટલા માટે છે કે ત્યાંની સરકાર દ્વારા હીરા ઉદ્યોગ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે આ ઉપરાંત સરકાર દ્વારા હીરા ઉપર લગાવવામાં આવેલો ટેક્સ ટૂંક જ સમયમાં દૂર કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સુરતમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ જશે ત્યારે દુબઈ અને સુરત બંને માટે વિકાસની વિપુલ તકો પણ ઊભી થશે.

ડીએમસીસીમાં કંપની ખોલનારા માટે દુબઈ સરકાર દ્વારા ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે આ ઉપરાંત ઇન્કમટેક્સ માંથી પણ છૂટ આપવામાં આવી છે જો આગામી દિવસોમાં સુરતની હીરા કંપનીઓ દુબઈ જશે તો તેમના માટે સ્પેશિયલ સ્કીમ જાહેર કરવાની પણ દુબઈ સરકારની તૈયારી છે.

Tags :
Advertisement

.