Gandhidham : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને મહા દિવ્ય દરબારનું આયોજન
અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ
શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા આયોજિત શ્રી બાગેશ્વરધામ પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને મહા દિવ્ય દરબારનું ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેને અનુલક્ષીને પંચમુખી હનુમાનજી મહારાજના બ્રહ્મચારી પ્રકાશ આનંદ મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર માહિતી આપવામાં આવી હતી.
26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી હનુમંત કથાનું આયોજન
કચ્છના ગાંધીધામ ખાતે 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથા તેમજ 28મી નવેમ્બરના રોજ મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કચ્છમાં આ હનુમાન કથા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.જે સ્થળે હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજવાનો છે તે દાદા ભગવાન ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
કળશ યાત્રા દ્વારા પ્રારંભ થશે હનુમંત કથાનો
શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છના ધવલ આચાર્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે,બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સાનિધ્યમાં આ હનુમાન કથાના પ્રારંભ પૂર્વે 26મી તારીખે બપોરે બે વાગ્યે રોટરી સર્કલથી કળશયાત્રા યોજવામાં આવશે તો આ સમગ્ર આયોજન દરમિયાન 26મી નવેમ્બરથી 30 નવેમ્બર સુધી નિ:શુલ્ક મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે કચ્છમાં પ્રથમ વખત હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.26મી તારીખે બપોરના 3 વાગ્યે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગાંધીધામ ખાતેના નિવાસ સ્થાન પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
28મીએ દિવ્ય દરબાર
26મી નવેમ્બરના પ્રથમ દિવસે 4 વાગ્યે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા હનુમાન કથાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવશે તો પ્રથમ દિવસે 5થી 8 વાગ્યા સુધી હનુમંત કથાનો લાભ લોકો લઈ શકશે.તો 27મી તારીખે પણ બપોરે 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી હનુમંત કથા યોજાશે તો 28મી નવેમ્બરના બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો મહા દિવ્ય દરબાર યોજાશે તો આ જ દિવસે બપોરના 12 વાગ્યા મહા રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તો રાબેતા મુજબ બપોરના 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી હનુમંત કથાનું પઠન કરવામાં આવશે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હનુમાન મંદિર અને ગૌશાળાની લેશે મુલાકાત
29મી નવેમ્બરના રોજ 4 થી 8 વાગ્યા સુધી હનુમંત કથા તો યોજાશે સાથે જ રાત્રીના 9 વાગ્યે લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.તો 30મી તારીખે અંતિમ દિવસે બપોરે 4 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી હનમુંત કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.આ આયોજનમાં કચ્છના તમામ સાધુ સંતોને આમંત્રણ આપવા આવ્યું છે.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અહીં ગાંધીધામ ખાતે પાટડિયા હનુમાન , પંચમુખી હનુમાન, કામધેનુ ગૌશાળા અને ગાંધીધામની ગૌશાળાની પણ મુલાકાત લેશે.
50000 લોકો આ કથા અને દરબારનો લાભ લઈ શકે તેવું આયોજન
આ આયોજનમાં 50000 લોકો આ કથા અને દરબારનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જો જરૂર જણાશે તો બેઠક વ્યવસ્થામાં વધારો કરવામાં આવશે. ભુજ, માંડવી, મુંદ્રા, નખત્રાણા, ભચાઉ, રાપરથી લોકો આ કથાનો લાભ લઈ શકે તે માટે વાહન વ્યવહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાના આયોજનમાં 2000 જેટલા કાર્યકર્તાઓ સેવા કાર્યમાં જોડાયા છે. સમગ્ર આયોજન દરમિયાન ભારે વાહનો બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવા કલેકટર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે.આ ઉપરાંત અહીં 20 ફૂડ સ્ટોલ, સ્ટર્લિંગ હોસ્પિટલની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે
હનુમંત કથાનો લાભ લેવા માટે અપીલ
પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરના બ્રહમચારી પ્રકાશઆનંદ મહારાજે હનુમંત કથા તથા હનુમાનજીના જીવન અંગે વાત કરી હતી અને આ હનુમંત કથાનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો---મુન્દ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું