Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોટાદ કસ્ટોડિયલ ડેથની ઘટના પર DGP એ ઉચ્ચ અધિકારીઓને લખ્યો પત્ર

બોટાદમાં ગત 14 એપ્રીલના દિવસે સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ જવાને 25 વર્ષીય કાલુ પઢરસી નામના વ્યકિતને ઢોર માર મારતા યુવકનું 1 મહિના પછી સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસ કસ્ટડીમાં આરોપીનું મૃત્યું થતાં ભારે વિવાદ સર્જાયો છે....
બોટાદ કસ્ટોડિયલ ડેથની ઘટના પર dgp એ ઉચ્ચ અધિકારીઓને લખ્યો પત્ર

બોટાદમાં ગત 14 એપ્રીલના દિવસે સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ જવાને 25 વર્ષીય કાલુ પઢરસી નામના વ્યકિતને ઢોર માર મારતા યુવકનું 1 મહિના પછી સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસ કસ્ટડીમાં આરોપીનું મૃત્યું થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે બોટાદ પોલીસના ત્રણ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.

Advertisement

શું હતી ઘટના?

બોટાદ પોલીસના ત્રણ જવાનો 14 એપ્રિલના રોજ એક તપાસમાં હતા તે સમયે બોટાદના 25 વર્ષીય કાલુ પઢરસી નામના વ્યકિતની પુછપરછ કરતા હતા. આ લોકો સિવિલ ડ્રેસમાં હોવાથી કાળુએ તેમની ઓળખકાર્ડ માંગતા ત્રણેય ઉશ્કેરાયાને કાળુને બોટાદ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને બેફામ માર માર્યાનો આરોપ લાગ્યો છે. ઘટનાને દબાવવા અનેક પ્રયાસો થયાં હતા પરંતુ આ મામલે મૃતકના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ નોંધવાની અરજી કરતા જ હાઈકોર્ટે પોલીસ સ્ટેશન તથા હોસ્પીટલના CCTV ફુટેજ આપવા બોટાદ SP ને આદેશ આપ્યો હતો અને હાઈકોર્ટ એકશનમાં આવતા ત્રણેય પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

Advertisement

DGP એ લખ્યો પત્ર

બોટાદાની કસ્ટોડિયલ ડેથની ઘટનાને લઈને હવે રાજ્યના પોલીસવડાએ IPS અને GPS રેન્કના અધિકારીને પત્ર લખી આવી ઘટનાઓ ના બને તેના પર ભાર આપ્યો હતો. ઘટનાથી વ્યથિત DGP એ પત્રમાં લખ્યું કે, કસ્ટોડીયલ દર્શાવે છે કે પોલીસ દળમાં એ લોકો છે જેમાં પોતે પોતાના કોઈ કૃત્ય માટે જવાબદાર જ નથી તેવું સમજે છે. તેઓએ ઉમેર્યું કે આ કેસમાં કસ્ટોડીયલ ટોર્ચરથી જે તે વ્યક્તિનું મૃત્યુ થયુ છે પણ એવા પણ કિસ્સા છે. જયાં મૃત્યુ થતું હતું પણ કસ્ટોડીયલ ટોર્ચર તો થયું જ હોય છે પણ આ પ્રકારના પોલીસ કસ્ટડીમાં ટોર્ચર પ્રોફેશનલ પોલીસીંગની વિરુદ્ધમાં છે અને હાઈકોર્ટમાં પીટીશન એ આપણા માટે એક વેક-અપ કોલ- ચેતવણીના બેલ સમાન છે અને એ હવે નિશ્ચિત થવું જોઈએ કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બનવી જોઈએ નહી અને એ માટે પોલીસ બેડામાં એ સાફસફાઈની જરૂરી છે.

Advertisement

તેમણે લખ્યું કે, પોલીસદળ ફકત પ્રોફેશનલ અભિગમથી જ કામ કરે અને કાયદાની મર્યાદામાં રહીને પોઝીટીવ રિઝલ્ટ આપે તે જરૂરી છે. શ્રી સહાએ લખ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ વ્યથીત છે. હું ચોકકસપણે માનું છું કે ‘આઈપીએસ’ તથા જીપીએસમાં ‘એસ’નો અર્થ સર્વિસ છે અને લોકોની સેવાઓ પ્રોફેશનલ અભિગમ એ પોલીસ દળનો મુખ્ય હેતુ છે. શ્રી સહાએ લખ્યું કે ગુજરાતમાં 2021/22માં 189 કસ્ટોડીયલ ડેથ થયા જેમાં 35 પોલીસ કસ્ટડીમાં હતા પણ ગુજરાત હાઈકોર્ટની પીટીશન એ પોલીસદળ માટે એક વેક-અપ કોલ બની રહેવો જોઈએ. હું આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કારણ કે હું આ ઘટનાથી વ્યક્તિગત રીતે વ્યથિત છું. હું આશા રાખું છું કે તમે વિનંતી મુજબ જરૂરી ફોલો-અપ લેશો.

આ પણ વાંચો : ગોંડલમાંથી સગીરાનું અપહરણ કરનાર પરણિત યુવક મહારાષ્ટ્રથી ઝડપાયો, સગીરાને પરિવારને સોંપાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.