Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ખાણી પાણીના શોખીન લોકો માટે લેબોરિટી વિકસાવી

અહેવાલ - રાબીયા સાલેહ ખાણી પીણીના શોખીન સુરતીઓના સ્વસ્થ્યને ધ્યાને રાખી સુરતમાં જ અત્યંત આધુનિક લેબોરિટી વિકસાવવામાં આવી છે, હવે સુરતીઓએ ખાદ્ય પદાર્થોના પરિણામ આવવાની રાહ નહીં જોવી પડશે,પાલિકાને ફૂડ ચેકિંગ સેમ્પલ માટે પહેલા રાજકોટ તથા ભુજ મોકલવામાં મુશ્કેલી પડતી...
સુરતમાં ખાણી પાણીના શોખીન લોકો માટે લેબોરિટી વિકસાવી

અહેવાલ - રાબીયા સાલેહ

Advertisement

ખાણી પીણીના શોખીન સુરતીઓના સ્વસ્થ્યને ધ્યાને રાખી સુરતમાં જ અત્યંત આધુનિક લેબોરિટી વિકસાવવામાં આવી છે, હવે સુરતીઓએ ખાદ્ય પદાર્થોના પરિણામ આવવાની રાહ નહીં જોવી પડશે,પાલિકાને ફૂડ ચેકિંગ સેમ્પલ માટે પહેલા રાજકોટ તથા ભુજ મોકલવામાં મુશ્કેલી પડતી હતી, સેમ્પલ ટેસ્ટ કરવામાં 14 થી 15 દિવસ લાગતાં અને પરિણામો પર મોડા આવતા પરંતુ હવે સુરતમાં જ સેમ્પલો ટેસ્ટ પણ થઈ જશે અને પરિણામ પણ તાત્કાલિક મળી જશે,જેનાથી સુરતીલાલાઓ વાર તહેવારે સારો ખોરાક આરોગી શકશે.

સુરત શહેરમાં ફૂડ ટેસ્ટિંગ લેબ શરૂ

Advertisement

સુરત શહેરમાં ફૂડ ટેસ્ટિંગ લેબ શરૂ કરાઇ છે.હવે ખાદ્યપદાર્થોનાં સેમ્પલોના રિપોર્ટ 14ની જગ્યાએ 7 દિવસમાં મળશે, માત્ર તંત્ર નહિ પરંતુ સામન્ય લોકો પણ ખાદ્ય પદાર્થના સેમ્પલ ચેક કરાવી શકશે, આ અંગે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરિઘરે જણાવ્યું હતું કે સ્વસ્થ સુરતના હેતુથી આધુનિક ફૂડ લેબોરેટરી સુરતના વેસુ વિસ્તાર ખાતે બનાવવામાં આવી છે, સુરતીઓ ખાણીપીણીના સોખીન છે,લોકોને સારું અને સ્વસ્થ ખોરાક મળે તેની કાળજી રાખવામાં આવી રહી છે.સુરત શહેરના ફૂડ સેફ્ટી ડીપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર સુરત શહેરમાં વાર તહેવારે ચેકીંગ હાથ ધરવામાં આવે છે ફૂડના સેમ્પલ લેવામાં આવે છે,સૌથી મહત્વની વાત એ છે કે પહેલા આ સેમ્પલ રાજકોટ તેમજ ભુંજ ટેસ્તિંગ માટે મોકલવા પડતાં હતાં પરંતુ હવે આ સેમ્પલ સુરતમાં ટેસ્ટ થશે, સુરતથી બહાર ગયેલા સેમ્પલના પરિણામ આવતા પહેલા સમય લાગતો હતો,તહેવારો પહેલા લીધેલા સેમ્પલના પરિણામ તહેવારો વીત્યા પછી આવતા હતા,પરંતુ હવે આધુનિક લેબોરેટરીમાં આ સેમ્પલ ઓછા સમયમાં ટેસ્ટ થઈ તેનું પરિણામ તરત એજ આવી જાય છે.ત્રણ થી સાત દિવસમાં ખરાબ ક્વોલિટીના ફૂડનું પરિણામ આવે તેવા પ્રકારની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.જેથી તરત એજ શંકાસ્પદ ફૂડને સીઝ કરવામાં આવે તેમજ કાર્યવાહી કરવામાં આવે સાથે જ એ ફૂડ શહેરી જનો સુધી ન જાય તેની કાળજી પણ લેવામાં આવશે,જોકે પ્રાથમિક દ્રષ્ટિએ જે ફૂડ નુકસાનકારક જણાતું હોય તો એવા ફૂટને સ્થળ પર એજ નિકાલ કરવામાં આવે છે અને એજ સ્થળે એનો નાશ કરી દેવામાં આવે છે,અને એ સંસ્થાની સામે કાર્યવાહી કરી તેનું લાઇસન્સ રદ કરવાની કામગીરી કરવામાં આવે છે.

સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ

Advertisement

અંદાજે 6 હજાર જેટલી ખાણીપીણીની સંસ્થા સુરતમાં આવી છે. અને આ તમામ સંસ્થામાંથી વન બાય વન દર રોજ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલે છે.આ લેબોરેટરી એફ એફ એસ આઇ ન્યુ દિલ્હી અને સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે.સાથે જ તેમાં અત્યંત આધુનિક સાધનો આપવામાં આવ્યા છે,આ અંગે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર જગદીશ સાલુંકે એ જણાવ્યું હતું કે સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે સાત જેટલા નમૂના લેવામાં આવે છે, તેમજ આધુનિક લેબોરેટરીમાં આ તમામ સેમ્પલોની ચેકિંગ કરવામાં આવે છે જો આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે 1800 થી વધુ ફૂડની સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી 178 સેમ્પલ ખરાબ જાહેર થયા છે જેથી તેવી સંસ્થાઓ સામે તેમના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ચાલુ છે અને મોટા ભાગના સંસ્થાઓ પર ફરિયાદ પણ કરવા માટે પાલિકા તંત્રએ કવાયત શરૂ કરી છે.હવે લેબોરોટરી સુરતમાં હોવાને કારણે તાકીદે ટેસ્ટ કરી તેનું પરિણામ લેવામાં આવે છે.સાથે જ લેબોરેટરીમાં સેમ્પલ ફેલ થતા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.

પાર્ટ્સ એનાલિસિસ કરવામાં સુરત સક્ષમ બન્યું

સુરતીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર સક્રિય થયું છે, ઘારી, ઘી, તેલ માવા મીઠાઈની ભેળસેળ નમૂના અત્યાધુનિક મશીનોથી ઝડપથી ચકાસવની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.લેબોરેટરી વિશે માહિતી આપતા ફૂડ એનાલિસિસ સાહિદ હરદ્વવારા એ કહ્યું હતું કે લેબોરેટરી સ્ટેટ ઓફ આર્ટસના દ્રષ્ટિકોણ પ્રમાણે બનાવવામાં આવી છે ,આ લેબોરેટરી એફ.એફ.એસ.આઇ ન્યુ દિલ્હી અને સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે, લેબોરેટરી ખાતે અત્યંત આધુનિક સાધનો આપવામાં આવ્યા છે જેમકે એચ.પી.એલ.સી ,અને એચ પી એલ જી.સી જેવા સાધનો છે જેના પાર્ટ્સ એનાલિસિસ કરવામાં સુરત સક્ષમ બન્યું છે લેબોરેટરીમાં ISO ,17025 ,2017ના સાધનો છે. જેના રીઝલ્ટ આપણે ઇન્ટરનેશનલ કક્ષાએ વેલીડ ગણી શકાય છે લેબોરેટરીમાં જુદા જુદા સેકશન આવેલા છે.સેમ્પલ રિસીવિંગ એરીયા, સેમ્પલ રિપોર્ટિંગ એરિયા, વેટલેબોરેટરી, ઇન્સ્ટ્રુમેન્ટ લેબોરેટરી આમ જુદા જુદા સેક્શનમાં લેબોરેટરી ડિવાઇડ કરવામાં આવી છે જેનાથી આવનારા તહેવારોને ધ્યાને રાખીને પ્રિ-પ્લાન એક્ટિવિટી કરવામાં સરળતા રહે

200 રૂપિયામાં આધુનિક લેબોરેટરીમાં સેમ્પલો ચેક કરાશે

સામન્ય લોકો પણ હવે મિનિમમ 200 રૂપિયામાં આધુનિક લેબોરેટરીમાં સેમ્પલો ચેક કરાવી શકશે.5 હજાર સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં 30 જેટલા સેકશન બનાવાયા છે.લેબના રિપોર્ટ આંતરરાષ્ટ્રીય માપદંડો સાથેના હોવાથી વિશ્વસનિયતા વધશે, નવી પબ્લિક હેલ્થ લેબોરેટરીને વધારે ફુડ કેટેગરી માટે ફુડ ટેસ્ટીંગ પેરામીટર એનએબીએલ સ્કોપમાં આવરી લેવા સુસજ્જ કરાઈ છે.સાથે જ( NABL) વાળા ટેસ્ટ રિપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ માન્યતા હોય જેથી વેપારીઓ તથા લોકોનો સંતોષ પણ વધશે એવો પાલિકાનો દાવો છે. આ લેબમાં ખાદ્ય પદાર્થો-પાણીની ચકાસણી તેમજ ગુણવત્તાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -  MORBI માં મોરારિ બાપુએ મૃતકોના મોક્ષ માટે કે પછી આરોપીની મુક્તિ માટે કથા કરી : મૃતકના પરિવારજનો

Tags :
Advertisement

.