Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં સ્કેટિંગ, બોક્સીંગ અને રસ્સાખેંચ રમતના ડેમોસ્ટ્રેશનનું આયોજન

Ahmedabad: પેરિસમાં અત્યારે ઓલિમ્પિક 2024 ચાલી રહ્યો છે, જેમાં ભારતીય ખેલાડીઓ ખુબ જ સારૂ પર્ફોમન્સ પણ આપી રહ્યા છે. કેટલાક મેડલ પણ ભારતને મળ્યા છે. ત્યારે આ દરમિયાન ભારતીય ખેલાડીઓને ચિયર કરવા માટે અમદાવાદમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
અમદાવાદમાં સ્કેટિંગ  બોક્સીંગ અને રસ્સાખેંચ રમતના ડેમોસ્ટ્રેશનનું આયોજન
Advertisement

Ahmedabad: પેરિસમાં અત્યારે ઓલિમ્પિક 2024 ચાલી રહ્યો છે, જેમાં ભારતીય ખેલાડીઓ ખુબ જ સારૂ પર્ફોમન્સ પણ આપી રહ્યા છે. કેટલાક મેડલ પણ ભારતને મળ્યા છે. ત્યારે આ દરમિયાન ભારતીય ખેલાડીઓને ચિયર કરવા માટે અમદાવાદમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)માં કાંકરિયાના કિનારે રાખવામાં આવ્યું હતું.

લોકોએ આ રમતોના ડેમોસ્ટ્રેશનને રસપૂર્વક નિહાળ્યું

ઓલમ્પિક અવેરનેસ કેમ્પેઈનના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અમદાવાદ (Ahmedabad) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC દ્વારા કાંકરિયા તળાવ, અમદાવાદ ખાતે સ્કેટિંગ, બોક્સીંગ અને રસ્સાખેંચ રમતના ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ આ રમતોના ડેમોસ્ટ્રેશનને રસપૂર્વક નિહાળ્યું હતું.

Advertisement

ખેલાડીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું

આ ડેમોસ્ટ્રેશનમાં મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, મણિનગર વોર્ડના કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી અમદાવાદ, જિલ્લા રમત ગમત અધિકારી અમદાવાદ, ડીસ્ટ્રીકટ કોચીઝ, ટ્રેનર્સ તથા તમામ એડમિન સ્ટાફએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતુ. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યા બાળકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યારે કેટલાક લોકોએ રમતોમાં પણ ભાગ લીધો હતો. પેરિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Jayesh Raddia : સુરતમાં જયેશ રાદડિયાના પ્રહાર, કહ્યું- સમાજને માયકાંગલાઓની જરુર નથી..!

આ પણ વાંચો: Paris Olympics 2024 : ભારતના સ્ટાર ખેલાડી Rohan Bopanna એ નિવૃત્તિની કરી જાહેરાત...

આ પણ વાંચો: Ambaji : ગુજરાતમાં મંત્રીનો પરિવાર પણ સલામત નથી! આરોગ્યમંત્રીના ભાઈની દુકાન પર પથરમારો

Tags :
Advertisement

Trending News

.

×