ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ શહેરમાં સતત ત્રીજા દિવસે લોકરોષ વચ્ચે ડિમોલિશન, એક વૃદ્ધ બેભાન થયા

ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા શહેર માં ત્રણ દિવસ થી ડીમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં આજે ત્રીજા દિવસે નાની મોટી બજાર, શાક માર્કેટ સહિત ના વિસ્તારોમાં લોકો ના રોષ વચ્ચે ડીમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ નો ચુસ્ત...
03:02 PM May 03, 2023 IST | Hiren Dave

ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા શહેર માં ત્રણ દિવસ થી ડીમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં આજે ત્રીજા દિવસે નાની મોટી બજાર, શાક માર્કેટ સહિત ના વિસ્તારોમાં લોકો ના રોષ વચ્ચે ડીમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ડીમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં આજે મોટી બજાર માં દુકાન ની આગળ દબાણ કરેલા સિમેન્ટ ના ઓટલા અને કેબીનો પર બુલડોઝર ફળી વળ્યું હતું શાક માર્કેટ માં ડીમોલેશન હાથ ધરાતા વેપારીમાં રોષ જોવા મળ્યો શાકમાર્કેટ ના વેપારી JCB ના સુપડા માં બેસીને ડીમોલેશન નો વિરોધ કર્યો હતો અને શાકભાજી વહેંચી ને પેટીયુ રળતા જેન્તીભાઈ વિકાણી બેભાન થઈ જતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શાકમાર્કેટ માં વિરોધ થતા તંત્ર ત્યાં ડીમોલેશન બંધ કર્યું
ગોંડલ માંડવી ચોક શાકમાર્કેટ માં શાકભાજી ના વેપારીઓ નો વિરોધ થતા પાલિકા તંત્ર દ્વારા ડીમોલેશન અટકાવી હતી સૂત્રો ના જણાવ્યા અનુસાર નાની બજાર માં વેપારીઓ ને એક દિવસ નો વધારે ટાઈમ આપવામાં આવ્યો છે આવતી કાલ સુધી માં ગેરકાયદેસર દબાણ હટશે નહિ તો પાલિકા તંત્ર બુલડોઝર નું સુપડું ફેરવી દેશે.

આ પણ  વાંચો-સુરત : ફૂડ વિભાગ આવી હરકતમાં, પનીર વિક્રેતાના ત્યાં ચેકિંગ, સેમ્પલો લીધા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - વિશ્વાસ ભોજાની ,ગોંડલ 

Tags :
amid public furyconsecutive dayDemolitionelderly man faintedGondal
Next Article