ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં નગરપાલીકા તંત્ર દ્વારા ડિમોલીશનની કાર્યવાહી કરાઇ

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલમાં નગરપાલીકા તંત્રએ આળસ ખંખેરી ટ્રાફિકને નડતર અને સબ ભુમિ ગોપાલ કી સમજી ખડકાયેલા દબાણો  હટાવવા ઝુંબેશ શરુ કરી હતી. આજે સોમવારથી દબાણો પર બુલડોઝર ફર્યુ હતું. આજે સેન્ટ્રલ સિનેમા ચોક થી દબાણ હટાવવાનું ચાલુ કરવામાં આવ્યું...
05:18 PM May 01, 2023 IST | Vipul Pandya
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલમાં નગરપાલીકા તંત્રએ આળસ ખંખેરી ટ્રાફિકને નડતર અને સબ ભુમિ ગોપાલ કી સમજી ખડકાયેલા દબાણો  હટાવવા ઝુંબેશ શરુ કરી હતી. આજે સોમવારથી દબાણો પર બુલડોઝર ફર્યુ હતું. આજે સેન્ટ્રલ સિનેમા ચોક થી દબાણ હટાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર સાથે નગરપાલિકાની ટીમ અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દબાણ હટાવવામાં પણ નગરપાલિકા તંત્રની વહાલા દવલાની નીતિ જોવા મળી હતી.
નગરપાલીકા પાસે બેફામ દબાણોની ફરીયાદો આવી
શ્રેષ્ઠ નગર રચના માટે સર ભગવતસિહનું ગોંડલ વિશ્વ વિખ્યાત છે પરંતુ વેપારીઓ દ્વારા રાજમાર્ગો થી લઈ બજારોમાં ઠેર ઠેર દબાણો કરી શહેરની સુંદરતાને કદરૂપી કરી મુકી ઠે અને પહોળા રસ્તાઓ સાંકડા કરી મુક્યા છે. નગરપાલીકા દ્વારા કરોડો રુપીયાના ખર્ચે અધ્યતન ફુટપાથોની ભેટ નગરજનોને અપાઇ હતી પણ વેપારીઓ દ્વારા ફુટપાથો પર માલસામાન ગોઠવી દઇ બેફામ દબાણો કરાયા .છે ઉપરાંત ઠેર ઠેર લારીગલ્લા ધારકો એ દબાણો કરી ટ્રાફિક જામની સ્થિતિ સર્જી હોય રાહદારીઓને રોજીંદી હાલાકી ભોગવવી પડે છે.
ડીમોલેશન સમયે કડીયા લાઈનમાં તંત્ર અને વેપારી વચ્ચે તું તું મેં મેં
ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કડીયા લાઈન માં ગૌ સેવક જયકરભાઈ ખજૂરવાળાની દુકાને તંત્ર પહોંચ્યું હતું જેમાં જયકરભાઈએ માંડવીચોક, નગરપાલિકાની ફૂટપાથ પર ના દબાણ હટાવવાના ફોટા ચીફ ઓફિસર ને બતાવવાતા તંત્ર અને ગૌ સેવક વચ્ચે તું તું મેં મેં જામી હતી અને શહેર પોલીસે વેપારી જયકરભાઈને પોલીસની ગાડીમાં બેસાડી દીધા હતા.
તંત્ર દ્વારા વહાલા દવલાની નીતિનો આરોપ
ગોંડલ નગરપાલિકા દ્વારા આજે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તંત્ર દ્વારા વહાલા દવલાની નીતિ જોવા મળી હતી. શહેરમાં ઘણા વેપારીઓ, રેકડી ધારકો ને નોટિસ પણ નથી મળી. દબાણ દૂર કરવાની નગરપાલિકા તંત્ર જ્યાં મજા આવે ત્યાં બુલડોઝરનું સુપડું મારવામાં આવે છે.
આ પણ વાંચો---રાજકોટ પોલીસના નાકે દમ કરનાર સમડી અંતે પાંજરે પુરાઈ
Tags :
DemolitionGondalMunicipal Corporation
Next Article