ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Himmatnagar સિવિલના સ્ટાફ કવાર્ટસમાં સ્ટાફ નર્સ તથા સ્ટાફ બ્રધરની પત્નીની લાશ મળતાં ચકચાર, હત્યા કે પછી...

બે મોતનું રહસ્ય શોધવામાં પોલીસની મથામણ યથાવત શું આમાં કોઈ કંકાસ કે આડાસબંધ જવાબદાર? સમગ્ર સિવિલ કેમ્પસમાં અત્યારે ચર્ચાનો દોર શરૂ થયો Himmatnagar: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગુરૂવારે બપોર બાદ એક અજીબ ઘટના બની હતી. જેમાં એક સ્ટાફ નર્સની...
11:22 AM Oct 18, 2024 IST | VIMAL PRAJAPATI
Civil staff quarters, himmatnagar
  1. બે મોતનું રહસ્ય શોધવામાં પોલીસની મથામણ યથાવત
  2. શું આમાં કોઈ કંકાસ કે આડાસબંધ જવાબદાર?
  3. સમગ્ર સિવિલ કેમ્પસમાં અત્યારે ચર્ચાનો દોર શરૂ થયો

Himmatnagar: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગુરૂવારે બપોર બાદ એક અજીબ ઘટના બની હતી. જેમાં એક સ્ટાફ નર્સની ભોંય તળીયે આત્મહત્યા કરેલી લાશ તથા તેણીના સામેના ફલેટમાં રહેતા સ્ટાફ બ્રધરની પત્નિની ફલેટની અંદરથી લાશ મળી હતી. આ મામલે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓએ તાબડતોબ સિવિલમાં આવીને સ્થળ નિરીક્ષણ કરી લાશ અને આજુબાજુના વિસ્તારની તપાસ હાથ ધરી હતી.

પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

નોંધનીય છે કે, હિંમતનગર સિવિલના સ્ટાફ કવાર્ટસ (Himmatnagar Civil Staff Quarters)માં રહેતા અને સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા છાયાબેન કલાસવાની લાશ સ્ટાફ કવાર્ટસના ગ્રાઉન્ડ ફલોર પરથી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. તેણી સ્ટાફ કવાર્ટસના બ્લોક નં.01 માં આવેલ 401 નંબરની રૂમમાં રહેતી હોવાની માહિતી મળ્યા બાદ એ-ડીવીઝન પોલીસ તરતજ આવીને બ્લોક નં.01 ના ચોથા માળે તપાસ કરી રહી હતી.

આ પણ વાંચો: દ્વારકાના ખંભાળિયામાં લૂંટારાનો પોલીસને સીધો પડકાર, પોલીસ સ્ટેશન નજીક દિલધડક લૂંટની ઘટના

બે મહિલાઓને કેમ આવુ પગલુ ભરવું પડયું? કારણ અકબંધ

આ દરમિયાન પોલીસને આજ બ્લોકમાં આવેલ રૂમ નંબર 402 માંથી ડીમ્પલબેન પટેલ નામની મહિલાની લાશ મળી આવતાં ખુદ પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. હવે યક્ષપ્રશ્ન એ છે કે, સિવિલના સ્ટાફ ક્વાર્ટર (Civil Staff Quarters)માં એક જ બ્લોકના એક જ ફલોર ઉપર આમને સામને ફલેટમાં રહેતી બે મહિલાઓને કેમ આવુ પગલુ ભરવું પડયું? તે તપાસનો વિષય છે. હાલ તો સમગ્ર સિવિલ સ્ટાફ અને ખુદ પોલીસ માથુ ખંજવાળી રહી છે. જોકે પોલીસની અંતિમ તપાસ બાદ બંને લાશના રહસ્ય પરથી પરદો ઉંચકાશે તેમ કહેવું યોગ્ય છે.

આ પણ વાંચો: Surat: ઘર કંકાસ પહોંચી છેક હત્યા સુધી! પતિએ પત્નીની હત્યા કરી પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું

શિક્ષિત પરિવારમાં બનેલી ઘટના પાછળ ઘૂંટાતુ રહસ્ય

હિંમતનગર (Himmatnagar) સિવિલના સ્ટાફ કવાર્ટસમાં ગુરૂવારે બપોર બાદ બનેલી અજીબ ઘટના પછી લોકોમાં એવુ ચર્ચાઈ રહ્યુ છે કે બંને પરિવારના પુરુષો પણ શિક્ષિત છે. તે પણ દર્દીના ભગવાનના રોલમાંનર્સ તરીકે ફરજ બજાવે છે ત્યારે સમગ્ર ઘટના પાછળ આડાસબંધ અથવા તો ઘરકંકાસ હોવાની શકયતા નકારી શકાતી નથી. મૃતક ડીમ્પલબેન પટેલના પતિ ભાવેશભાઈ હિંમતનગર (Himmatnagar) સિવિલમાં સ્ટાફ બ્રધર તરીકે નોકરી કરે છે અને ડીમ્પલબેન માત્ર ગૃહીણી (હાઉસ વાઈફ) છે.

બંને મહિલાઓને ઝઘાડવાનો પ્રયાસ નિષ્ફળ

સ્ટાફ કવાર્ટસમાં બનેલી ઘટના બાદ મૃતકના પરિવારજનોએ દોડી આવીને બંને મહિલાઓના શરીર તપાસ્યા હતા એટલુ જ નહીં પણ એક મૃતકની નાડી તપાસવામાં આવી હતી અને હૃદય ઉપર પંપીંગ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. પરંતુ આખરે તપાસ કરતા બંનેનું હૃદય દ્રવી ઉઠયું હતુ અને પોલીસની હાજરીમાં રડી પડયા હતા. આ સમગ્ર ઘટના અંગે અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અહેવાલઃ યશ ઉપાધ્યાય , સાબરકાંઠા

આ પણ વાંચો: Gujarat માં ED નું મેગા સર્ચ ઓપરેશન, 23 સ્થળે દરોડા કરોડોની ટેક્સ ચોરીની આશંકા

Tags :
Civil staff quartersCivil staff quarters - himmatnagarGujaratGujarati NewsHimmatnagarhimmatnagar Civil staff quartersHimmatnagar News
Next Article