Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhachau: જોખમી સવારીએ લીધો વિદ્યાર્થિનીનો જીવ, ચોપડવા બ્રિજ પાસે જીવલેણ અકસ્માત

કચ્છના ભચાઉના ચોપડવા બ્રિજ પાસે જીવલેણ અકસ્માત લોખંડના સળિયા ભરેલા ટ્રેલર સાથે ટકરાઈ સ્કૂલવાન 15 વર્ષીય વિદ્યાર્થિની શાંતિ રબારીનું અકસ્માતમાં મોત અકસ્માતમાં સ્કૂલવાનમાં સવાર અન્ય આઠ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત Bhachau: જોખવી સવારી કોઈનો જીવ લેશે તેવા અહેવાલો વારંવાર પ્રસારીત કરવામાં...
bhachau  જોખમી સવારીએ લીધો  વિદ્યાર્થિનીનો જીવ  ચોપડવા બ્રિજ પાસે જીવલેણ અકસ્માત
  1. કચ્છના ભચાઉના ચોપડવા બ્રિજ પાસે જીવલેણ અકસ્માત
  2. લોખંડના સળિયા ભરેલા ટ્રેલર સાથે ટકરાઈ સ્કૂલવાન
  3. 15 વર્ષીય વિદ્યાર્થિની શાંતિ રબારીનું અકસ્માતમાં મોત
  4. અકસ્માતમાં સ્કૂલવાનમાં સવાર અન્ય આઠ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

Bhachau: જોખવી સવારી કોઈનો જીવ લેશે તેવા અહેવાલો વારંવાર પ્રસારીત કરવામાં આવે છે, છતાં પણ કોઈને ભાન થતું નથી કે, નથી તો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા. વિગતે વાત કરવામાં આવે તો, ભચાઉ (Bhachau) તાલુકાના ચોપડવા બ્રિજ નજીક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સ્કૂલ વેન અને લોખંડના સળિયા ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂલ વેનમાં સવાર આઠ વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: એસટી ડેપોમાં હોમ ગાર્ડ જવાને એક મહિલાને ઢસેડી, Video થયો Viral

Advertisement

15 વર્ષીય વિદ્યાર્થીની શાંતિબેન રબારીનું સારવાર દરમિયાન મોત

નોંધનીય છે કે, આ અકસ્માતના કારણે 15 વર્ષીય વિદ્યાર્થીની શાંતિબેન રબારીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ વેનમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના બે છાત્રો અને સાત કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ સવાર હતી. જેથી ભચાઉ (Bhachau) તાલુકાના ચોપડવા બ્રિજ નજીક ટ્રેલરને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયાની વાતો અત્યારે વહેતી થઈ છે. અવારનવાર અકસ્માત છતાં સ્કૂલવાન ચાલકો કેમ નથી સુધરતા?

અકસ્માતમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓનાં નામ
હેતવી સાકરા રબારીઉ.૧૬ રહે નંદગામ
વંશીકા મસરૂભાઈ રબારીઉ.૧૫ રહે. નંદગામ
સાહિન સબીરભાઈ ફકીર
ઉ.૧૫ રહે, નાની ચિરઈ
વંશ જેઠાલાલ માંગે
ઉ.૧૧ રહે, ગોકુળગામ
સીમરન અવેશભાઈ ફકીર
ઉ.૧૭ રહે,નાની ચિરઈ
માધવી પચાણભાઈ રબારીઉ.૧૪ રહે, નંદગામ
હેમાલી ભાવેશભાઈઉ.૧૪ રહે, નંદગામ
પ્રાચી જેઠાલાલ માંગે
ઉ.૧૬ રહે, ગોકુલગામ

આ પણ વાંચો: surat: બાંગ્લાદેશમાં બડકેલી હિંસાએ ગુજરાતની ચિંતા વધારી, કરોડોના ઓર્ડર થંભી ગયા

Advertisement

અકસ્માતમાં સ્કૂલવાનમાં સવાર અન્ય આઠ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

અત્યારે જોખમી રીતે અકસ્માતમાં એક બાળકીનો જીવ ગયો છે. જો કે, આ મામલે ભચાઉ પોલીસ (Bhachau Police)એ વધુ તપાસ હાથ ધરી દીધી છે. પરંતુ શા માટે સ્કૂલવાન ચાલકોને નિયંત્રિત કરવામાં નથી આવતા? આખરે ક્યા સુધી માસૂમ બાળકોના જીવ લેવાતા રહેશે? બેફામ સ્કૂલવાન ચાલકો ક્યા સુધી જોખમમાં મુકશે માસુમોના જીવ? આવા તો અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે.

અહેવાલ: કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: Gujarat : શાળાઓમાં ફી વધારાને મંજૂરી, નીતિ આયોગનાં રિપોર્ટને ટાંકી કોંગ્રેસે કહ્યું- રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું..!

Tags :
Advertisement

.