Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નકલી કચેરી મામલે દાહોદ પોલીસનો ધમધમાટ શરૂ, આજે વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી

અહેવાલ - સાબીર ભાભોર છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત દ્રારા દાહોદ જિલ્લામાં પણ છ નકલી કચેરી ખોલી પ્રાયોજના વહીવટદારની કચેરી માથી 18.59 કરોડ ની ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચરતા સમગ્ર મામલે દાહોદ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાયા...
11:44 PM Dec 03, 2023 IST | Harsh Bhatt

અહેવાલ - સાબીર ભાભોર

છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત દ્રારા દાહોદ જિલ્લામાં પણ છ નકલી કચેરી ખોલી પ્રાયોજના વહીવટદારની કચેરી માથી 18.59 કરોડ ની ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચરતા સમગ્ર મામલે દાહોદ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ કેસની તપાસ એએસપી સિધ્ધાર્થ દ્રારા તપાસ ચાલી રહી છે ત્યારે નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અગાઉ પૂર્વ આઈએએસ બી.ડી નિનામાની ધરપકડ બાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આઈ.એન કોલચાની ધરપકડ બાદ આજે દાહોદ પોલીસે વડોદરા ખાતે થી અબુબકરના ભાઈ તેમજ તેના ભાણેજ કે જેઓ પોતે એક તબીબ છે અને વડોદરા ખાતે ન્યુ લાઈફ હોસ્પિટલ છે તે બંનેની પણ સંડોવણી સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી કરી તપાસ હાથ ધરી છે.

સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર એવા સંદીપ રાજપૂત અને અબુબકર દ્રારા દાહોદ જિલ્લામાં સરકારી નાણાં મેળવવા માટે છ નકલી કચેરી ખોલી અલગ અલગ હેડના 100 કામો માટે 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી હતી. આ નાણાં પોતાની પાસે લેવા માટે અલગ અલગ સંસ્થાઓના અને એજન્સીઓ તેમજ ખાનગી નામ થી 200 થી વધારે બેન્ક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો ત્યારે પોલીસ તપાસમાં અત્યાર સુધી સંદીપ રાજપૂત, અબુબકર અને અંકિત સુથારના નામો સામે આવ્યા બાદ તપાસમાં પૂર્વ આઈએએસ અને તત્કાલિન દાહોદ પ્રયોજના વહીવટદાર બી.ડી નિનામા તેમજ દાહોદ પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આઈ.એન કોલચાની સંડોવણી સામે આવતા પોલીસે બંનેની ધરપકડ બાદ અબુબકરના ભાઈ એઝાઝ તેમજ ભાણેજ ડો સૈફઅલી સૈયદ ની પણ સંડોવણી બહાર આવતા બંનેની ધરપકડ કરાઈ છે. 

અબુબકરનો નાનો ભાઈ પણ અબુબકર સાથે સામેલ હતો અને તમામ કચેરીમાં સંપર્ક નાણાંની લેવડ દેવડ થી લઈને તમામ કામગીરીમાં સામેલ હતો જ્યારે ભાણેજ ડો સૈફઅલી સૈયદ પોતે એમડી છે અને વડોદરા માં હોસ્પિટલ છે તેને આ કૌભાંડ મામલે દસ્તાવેજી પુરાવા સગેવગે કર્યા હતા. તેમજ અબુબકર અને એઝાઝના ઘર ફાર્મહાઉસ સહિતના સ્થળો ઉપરથી ડીવીઆર ગાયબ કર્યા હતા. જેથી બંને મામા વિરુધ્ધના વધારે પુરાવા પોલીસના હાથે ન લાગે તેમજ આરોપીઓને છુપાવવા માટેની પણ વ્યવસ્થા કરી હતી. દાહોદમાં ફરિયાદ નોધાઈ ત્યારથી જ બંને જણા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.  પોલીસે નડીયાદ ખાતેથી બંનેની એક જ સ્થળેથી ધરપકડ કરી રિમાન્ડ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હાલ પોલીસ સમગ્ર મામલે તલસ્પર્સી તપાસ કરી રહી છે, જેમાં પોલીસની 400 લોકોની ટીમ તપાસમાં જોતરાઈ છે.  જેમાં સંદીપ અને અબુબકર દ્રારા 100 કામો લેવામાં આવ્યા હતા જેમાં 100 કામ હેઠળ 250 થી વધુ જગ્યા એ કામગીરી કરી કરવામાં આવી હતી તે તમામ સ્થળો એ પોલીસની અલગ અલગ ટીમો તપાસ માં જોતરાઈ છે.  પોલીસે અત્યાર સુધી 20 જેટલા બેન્ક ખાતા ફ્રિજ કર્યા છે.  

આ પણ વાંચો -- GONDAL : ઘોઘાવદર રોડ પર બંધ ટ્રેક્ટર પાછળ ત્રીપલ સવારી બાઈક ઘૂસી જતા બે ના મોત

Tags :
ArrestCrimeDahod PoliceGujarat PoliceNAKLI KACHERI
Next Article