ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુખ્યાત સાયચા બંધુના ગેરકાયદેસર બાંધકામો પર આજે ફરી ચાલશે દાદાનું બુલડોઝર

દાદાનું બુલડોઝર આજે ફરી એક વખત એક્શનમાં આવ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં આજે દાદાનું બુલડોઝર મેગા ડીમોલિશન કરવાનું છે. કુખ્યાત સાયચા ગેંગની દાદાગીરીને નાથવા પોલીસનું લગાતાર અભિયાન ચાલી રહ્યું છે. કુખ્યાત સાયચા ગેંગ સામે હવે સરકાર કડક વલણ કરી રહી...
10:19 AM Mar 18, 2024 IST | Harsh Bhatt

દાદાનું બુલડોઝર આજે ફરી એક વખત એક્શનમાં આવ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં આજે દાદાનું બુલડોઝર મેગા ડીમોલિશન કરવાનું છે. કુખ્યાત સાયચા ગેંગની દાદાગીરીને નાથવા પોલીસનું લગાતાર અભિયાન ચાલી રહ્યું છે. કુખ્યાત સાયચા ગેંગ સામે હવે સરકાર કડક વલણ કરી રહી છે. નોંધનીય છે કે, કુખ્યાત સાયચા ગેંગ વ્યાજવટાઉ, જુગાર, લેન્ડ ગ્રેબિંગ, ધાક ધમકી સહિત અનેક ગુનાઓમાં સંડોવાઈ છે. સરકાર તેમની આ દાદાગીરી અને ગુનાખોરીના ધંધાને નાથવા સક્રિય થઈ છે.

દાદાનું બુલડોઝર સાયચા બંધુના ગેરકાયદેસર બાંધકામ ઉપર ફરવા માટે આજે તૈયાર છે. સાયચા ગેંગના દ્વારા પાંચ દિવસ પૂર્વે જ વકીલની સરાજાહેર હત્યા નિપજાવી દેવામાં આવી હતી. ત્યારે સતત વધતી જતી દાદાગીરીને નાથવા મહાનગરપાલિકા પણ મેદાને આવી છે.

દાદાનું બુલડોઝર સાયચા બંધુઓના આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ફરશે 

ગેરકાયદેસરના બાંધકામ સામે તંત્રની ડિમોલિશનની કામગીરી

ઉલ્લેખનીય છે કે, દબાણ હટાવવા માટે અત્યારે ગુજરાત સરકાર કાર્યવાહી કરી રહીં છે. 10 તારીખે જૂનાગઢમાં પણ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાતે જૂનાગઢમાં મજેવડી દરવાજા અને તળાવ દરવાજા પાસે ગેરકાયદેસરના બાંધકામ સામે ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે રેલવે સ્ટેશન રોડ પર પણ ડિમોલિશન કાર્યવાહી કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસરના દબાણો સામે બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  કુખ્યાત સાયચા બંધુના ગેરકાયદેસર બાંધકામો પર આજે ફરી ચાલશે દાદાનું બુલડોઝર

Tags :
CM Bhupendra PatelconstructionsCrimeDemolitiongangJAMNAGAR NAGARPALIKASaycha Bandhu
Next Article