Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલ દિકરીનો ભેદ ઉકેલ્યો

અહેવાલ - પિન્ટુ પટેલ ડભોઇ શહેરમાંથી ત્રણ વર્ષની ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતી બાળકી ગુમ થઈ હતી. જે અંગેની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જેના આધારે પોલીસે અલગ અલગ સાત જેટલી ટીમો બનાવી ઠેરઠેર સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ...
ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલ દિકરીનો ભેદ ઉકેલ્યો

અહેવાલ - પિન્ટુ પટેલ

Advertisement

ડભોઇ શહેરમાંથી ત્રણ વર્ષની ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતી બાળકી ગુમ થઈ હતી. જે અંગેની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જેના આધારે પોલીસે અલગ અલગ સાત જેટલી ટીમો બનાવી ઠેરઠેર સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ અપહરણ કરાયેલી માસુમ દિકરીને શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અને ગુનેગારને જેલ ભેગો કરવામાં આવ્યો છે. આજે ડભોઇ પોલીસ ટીમ દ્વારા માનવતા નું સુંદર કાર્ય કરવામાં આવતા સાચા અર્થમાં પોલીસ સેવાને લોકોએ બિરદાવી હતી.

ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ડભોઇ વડોદરી ભાગોળ પાસે રાધે કોમ્પલેક્ષ પાછળ આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા મહેન્દ્રભાઈ રાજુભાઈ નાયકની સગીરવયની ત્રણ વર્ષની દીકરી સવારના 7:00 વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી. જે બપોર સુધી શોધ ખોળ કરતા પણ મળી ન હતી. જેને કારણે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી બાહોશ અને નીડર પોલીસ અધિકારી એસ જે વાઘેલાએ તાત્કાલિક જિલ્લા પોલીસ વડા સહિત વિભાગ ડીવાયએસપી આકાશ પટેલ સાથે માર્ગદર્શન મેળવી વડોદરા ગ્રામ્ય એલસીબી સહિતની અલગ અલગ સાત ટીમો પોલીસની બનાવી ઠેરઠેર સીસી ફૂટેજ ના આધારે અપરણ કરનાર સ્થળ ઉપરથી રિક્ષામાં બેસી સિનોર ચોકડીએ ગયા બાદ ત્યાંથી અન્ય વાહન દ્વારા બુંજેઠા ગામે પહોંચી ગયો હતો

Advertisement

ડભોઇ સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે બુંજેઠા ગામ તપાસ કરતા અમૃતભાઈ ધુળાભાઈ વણકર ઉંમર વર્ષ 47 નાઓ સાથે એક નાની દીકરીને જોઈ હતી જેથી માહિતી આધારે તેને દીકરી સાથે ઝડપી પાડ્યો હતો આ દીકરી અંગે પોલીસે જવાબ માંગતા જવાબ આપી શક્યો નહીં ગરીબ અને માસુમ દીકરીનુ અપહરણ કરનાર ને ડભોઇ પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પોલીસે અગાઉ કોઈ ગુનામાં સપડાયેલો છે કે કેમ તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં માસુમ બાળકીને શોધી કાઢી અને ગુનેગારને જેલના સળીયા પાછળ ધકેલી દીધો ત્યારે દીકરીના પરિવારોએ ઓળખાણ કરી કે આ દીકરી અમારી છે આ દીકરીએ પરિવારને જોતા જ આ બાળકની ખુશી કંઈક અનેરી જોવા મળી હતી. જ્યારે જે ખુશી બાળકીમાં જોવા મળી હતી.તેના પરિવારજનોએ પણ આનંદની લાગણી ફેલાઇ હતી.

Advertisement

ડભોઇ પોલીસ સ્ટાફ દ્વારા ગરીબ અને સલમવિસતારમા રહેતી દીકરીને સલામત અને સફળતાપૂર્વક પરિવારને સોંપવામાં આવતા શહેર અને વડોદરા જિલ્લાની સમગ્ર પોલીસે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર ઘટનાનો પારદર્શક થતા ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે વાઘેલા સહિતની સમગ્ર પોલીસ સ્ટાફની ટીમનો ગરીબ પરિવારે અને નગરજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.