Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dediapada: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો

ધારાસભ્ય ચૈતર વસાવા સામે મારામારીની ફરિયાદ આગાઉના મારામારીના કેસમાં શરતી જામીન પર છૂટેલા છે ચૈતર વસાવા શાંતિલાલ વસાવાએ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ Dediapada: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડીયાપાડા (Dediapada) પોલીસ સ્ટેશનમાં વધુ એક રાયોટિંગનો ગુનો...
dediapada  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો
  1. ધારાસભ્ય ચૈતર વસાવા સામે મારામારીની ફરિયાદ
  2. આગાઉના મારામારીના કેસમાં શરતી જામીન પર છૂટેલા છે ચૈતર વસાવા
  3. શાંતિલાલ વસાવાએ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

Dediapada: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડીયાપાડા (Dediapada) પોલીસ સ્ટેશનમાં વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. અગાઉ ચૈતર વસાવા વન કર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર છૂટેલા છે. પરંતુ હવે તેમને હોટેલના મેનેજર સાથેના તદ્દન નવી કિસ્સામાં દોષી માનવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ પણ વાંચો: Surat: સરથાણામાં નકલી ચલણી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ, ચાર આરોપીની ધરપકડ

બાકી પેમેન્ટની માંગણી કરી તો મારામારી કરીઃ આક્ષેપ

ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો, છેલ્લા અઠવાડિયે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન હોટેલમાં તેમના કાર્યકરો જમ્યા હતા, જેનું બિલ બાકી હતું અને તેની માંગણી કરવામાં આવી હતી. જ્યારે શાંતિલાલે હોટેલના માલિકના કહેવા પર 1,28,000 રૂપિયાના બાકી પેમેન્ટની માંગણી કરી, ત્યારે ચૈતર વસાવા પોતાનું ટોળું લઈને આવ્યા અને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : શ્રી ગણેશ ફેન્સી ઢોંસાના આઉટલેટની કિટલીમાં જીવતી ઇયળો ફરતી દેખાઇ

PI પી.જે પંડ્યા દ્વારા શનિવારે ફરિયાદ નોંધવામાં આવી

નોંધનીય છે કે, શાંતિલાલે નર્મદા પોલીસ અધીક્ષકને પણ આ બાબતે રજૂઆત કરી હતી. દેડીયાપાડા પી.આઈ પી.જે પંડ્યા દ્વારા શનિવારે ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપોને નકારી કાઢ્યો અને કહ્યું કે, ‘આ મારી વિરુદ્ધ મને બદનામ કરવાનું ષડયંત્ર છે.’ હવે તપાસ બાદ જાણવા મળશે કે, આ બાબતમાં ફરિયાદી સાચો છે કે, ચૈતર વસાવા સાચા છે? પરંતુ હાલ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાદ વિવાદમાં સપડાયા છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે ધારાસભ્ય ચૈતર વસવાની મારામારી કરવામાં આવી હતી તો આગળનાં શરતી જામીન રદ થઈ સકે છે. જો કે, તપાસમાં કેવી વિગતો સામે આવે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો: કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે ચાઈનીઝ લસણ મળવા મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ, વાંચો આ અહેવાલ

ચૈતર વસાવાએ શાંતિલાલ વસાવાને આપેલા પૈસાનો આપ્યો પુરાવો

મળતી જાણકારી પ્રમાણે શાંતિલાલ વસાવાના આરોપનો ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે. એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવાએ શાંતિલાલ વસાવાને આપેલા રૂપિયાના પુરાવાઓ પણ આપ્યાં છે. તેમમે કહ્યું કે, શાંતિલાલ વસાવાની દીકરીના ખાતામાં રૂપિયા આપ્યા હતા. ચૈતર વસાવાએ શાંતિલાલ વસાવાની દીકરીમાં 20 હજાર ફોન પે કર્યા હતા. રૂપિયા આપ્યા હોવાનો ચૈતર વસાવાએ પુરાવો પણ આપ્યો છે. જો કે, અત્યારે બંન્ને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ છે.

Tags :
Advertisement

.