Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરાષ્ટ્રમાં કોટન યાર્ડમાં પ્રથમ સ્થાન ધરાવતા બોટાદના કોટન યાર્ડ મા આજે 50000 હજાર મણ કપાસની આવક

અહેવાલ- ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જિલ્લામાં નહીં પણ સૌરાષ્ટ્રમાં કોટન યાર્ડમાં પ્રથમ સ્થાન ધરાવતું બોટાદના કોટન યાર્ડમાં આજે 50000 હજાર મણ કપાસની આવક થતા બોટાદ કોટન યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને કપાસથી કોટન યાર્ડ ઉભરાયું હતૂં. જ્યારે...
03:47 PM Oct 11, 2023 IST | Vipul Pandya

અહેવાલ- ગજેન્દ્ર ખાચર, બોટાદ

બોટાદ જિલ્લામાં નહીં પણ સૌરાષ્ટ્રમાં કોટન યાર્ડમાં પ્રથમ સ્થાન ધરાવતું બોટાદના કોટન યાર્ડમાં આજે 50000 હજાર મણ કપાસની આવક થતા બોટાદ કોટન યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને કપાસથી કોટન યાર્ડ ઉભરાયું હતૂં. જ્યારે કપાસનો ભાવ ૧૩૦૦ થી ૧૫૦૦ ઓછો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી જ્યારે કપાસનો ભાવ ૨૦૦૦ હજાર આપવા ખેડુતોએ માંગ કરી છે. જો કપાસના ભાવ મા વધારો કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી હતી.

૫૦ હજાર મણ કપાસની આવક

બોટાદના પાળીયાદ રોડ ઉપર આવેલ સબ કોટન યાર્ડ જે સોરાષ્ટ્ નું સૌથી મોટું કોટનનુ હબ ગણાતું યાર્ડ એટલે બોટાદ કોટન સબયાર્ડ છે આ કોટન સબ યાર્ડમાં બોટાદ જિલ્લા ના ખેડુતો સહિત અન્ય જિલ્લા ના ખેડૂતો પણ કપાસ વેચવા માટે અહી આવતા હોય છે. ત્યારે હાલ બોટાદ કોટન સબ યાર્ડ માં તાજેતરમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા ૫૦૩ જેટલા ટેમ્પા ૨૫૨ જેટલા મોટા વાહનો કપાસ ભરેલા ની લાઇન લાગી હતી શરૂઆત માજ ૫૦ હજાર મણ કપાસની આવક થવા પામી છે ત્યારે કપાસનો ભાવ ૧૩૫૦ થી ૧૫૦૦ સુધી ના ભાવ મળી રહ્યા છે.જેને લઈ ખેડુતોમા નારાજગી જોવા મળી રહી છે.

ભાવ ૧૩૦૦ થી ૧૫૦૦ આવતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો

બોટાદ જિલ્લામા કપાસના પાકનું સૌથી વધારે વાવેતર કરવામા આવે છે અને ચાલુ વર્ષે પણ જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થયું છે પરંતુ જિલ્લામાં ખેડુતોની માઠી દશા બેઠી હોય તેમ પહેલા કમોસમી વરસાદમાં નુકશાન થયું અને હાલ કપાસમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે કપાસના ભાવ ૧૩૦૦ થી ૧૫૦૦ આવતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે જેથી ખેડુતોમા નારાજગી જોવા મળી રહી છે અને કપાસના ઓછામાં ઓછા ૨૦૦૦ રૂપિયા નો ભાવઆપવામા આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

કપાસના ભાવમાં વધારો કરવો જોઈએ તેવી માંગ

બોટાદ માર્કેટિંગ કોટન યાર્ડમાં કપાસની આવકને લઈ બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદા જણાવે છે કે હાલ કપાસમાં સુકારો આવવાના કારણે કપાસના ઉત્પાદનમાં ખેડૂતોને ઘણો બધો માર પડશે જેને લઇ કપાસના ભાવમાં સુધારો કરી ખેડૂતોને વધુ લાભ થાય અને કપાસના ભાવમાં વધારો કરવો જોઈએ તેવી માંગ કરાઈ છે તેમજ આગામી દિવસોમાં શિયાળુ પાક લઈ શકે જેના માટે સરકારે યોગ્ય સહાય પણ ખેડૂતોને આપવી જોઈએ જો સરકાર દ્વારા કપાસના ભાવમાં વધારો નહી કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો---AMBAJI: આસો નવરાત્રી પર્વમાં અંબાજી મંદિર દર્શન સમયમાં ફેરફાર, જાણી લો ઘટ સ્થાપના સમય

 

Tags :
Botad cotton yardcottonSaurashtra
Next Article