Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવાસ યોજનાના મકાનોની ખુલી પોલ, ગુણવત્તા વિનાના આવાસો બનાવી જનતાનો જીવ મુકાય છે જોખમમાં

વડાપ્રધાન મોદી દ્વારા લોકોને સસ્તા અને સારા મકાનો મળે તેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ આવાસોની અંદર ક્યાંકને ક્યાંક પોપડા ખરી પડતા જોવા મળે છે, પીવાના...
આવાસ યોજનાના મકાનોની ખુલી પોલ  ગુણવત્તા વિનાના આવાસો બનાવી જનતાનો જીવ મુકાય છે જોખમમાં

વડાપ્રધાન મોદી દ્વારા લોકોને સસ્તા અને સારા મકાનો મળે તેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ આવાસોની અંદર ક્યાંકને ક્યાંક પોપડા ખરી પડતા જોવા મળે છે, પીવાના પાણીની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યા છે, ઉપરાંત કોમન પ્લોટ બનાવી નથી આપ્યા, ધાબામાંથી પાણી પડે છે. આવી અનેક સમસ્યાઓથી આવાસમાં લાભાર્થીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

Advertisement

જણાવી દઇએ કે, 53/2 સયાજીપુરામાં 2017 માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે જ આવાસોમાં આજ રોજ 53/2 ખાતે આવેલા વિનાયક રેસીડેન્સીનો આઈ બ્લોકના 101 નંબરના આવાસમાંથી રાત્રે 12:00 વાગે સ્લેબના પોપડા ખરી પડ્યા હતા. ઘણો મોટો ભાગ પોપડાથી તૂટી પડ્યો હતો. જોકે અકસ્માતે કોઈ જાન હાની થઈ નથી પરંતુ જો રાત્રે સુતા હોય અને સ્લેબનો પોપડાનો ભાગ માથા પર કે કોઈ શરીરના અંગ પર પડી જાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોની? એક બાજુ પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર નહીં કરવાની વાતો સમજાવે છે ત્યારે બીજી બાજુ આ જ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરીને ગુણવત્તા વગરના આવાસો બનાવીને જનતાના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Advertisement

આ તમામ આવાસોનું જો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થયું હોય તેમ છતાં પણ આવા સ્લેબના પોપડા વારંવાર ખરતા હોય તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સીએ પણ ભ્રષ્ટાચાર આચર્યું છે તેવું અહીંયા ફલિત થાય છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તમામ પ્રધાનમંત્રી/મુખ્યમંત્રી આવાસોમાં પડતી મુશ્કેલીઓ બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને વિજીલન્સ તપાસ કરવાની માંગ કરી છે.

Advertisement

આ પણ વાંચો - વડોદરામાં તસ્કરને પડકારનાર સિક્યોરિટી યુવકની હત્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - દિકેશ સોલંકી, વડોદરા
Tags :
Advertisement

.