Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુંદાળા ગામે વેરહાઉસમાંથી ચોરી થયેલ ધાણાનો ભેદ ઉકેલાયો, પાંચ શખ્સોને દબોચી લેવાયા

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ તાલુકાના ગુુંદાળા ગામે વેર હાઉસમાંથી સાતેક માસ પૂર્વે અજાણ્યા માણસો રાત્રી દરમ્યાન વેરહાઉસનો પાછળનો દરવાજો ખોલી ધાણાની બોરી નંગ-૨૪૭ કી.રૂ.૯,૯૭,૮૮૦/- નો મુદામાલ ચોરી કરી લઇ ગયેલ હોઇ જે અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી...
ગુંદાળા ગામે વેરહાઉસમાંથી ચોરી થયેલ ધાણાનો ભેદ ઉકેલાયો  પાંચ શખ્સોને દબોચી લેવાયા

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગોંડલ તાલુકાના ગુુંદાળા ગામે વેર હાઉસમાંથી સાતેક માસ પૂર્વે અજાણ્યા માણસો રાત્રી દરમ્યાન વેરહાઉસનો પાછળનો દરવાજો ખોલી ધાણાની બોરી નંગ-૨૪૭ કી.રૂ.૯,૯૭,૮૮૦/- નો મુદામાલ ચોરી કરી લઇ ગયેલ હોઇ જે અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી

આ ચોરી ની તપાસ દરમ્યાન તાલુકા પીએસઆઈ જે. એમ. ઝાલા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી તેમજ ટેકનિકલ સોર્સ નાં માધ્યમથી મળેલ માહીતી આધારે લવભાઇ ઉર્ફે મોહીત જેન્તીભાઇ વરસાણી રહે.ગોડલ વાળની પુછ પરછ કરતા પોતે તથા પોતાના કારખાનામા કામ કરતા મજુરો સાથે મળી ઉપરોકત વેરહાઉસના ગોડાઉનમાં ચોરી કરેલની કબુલાત આપેલ હતી અને ચોરી કરેલ ધાણા અલગ અલગ જગ્યાએ માકેટીંગ યાર્ડમાં વહેંચી નાખેલ હોવાની કબુલાત આપતા અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ થયો હતો.

Advertisement

પોલીસ દ્વારા પકડાયેલ આરોપીમાં લવ ઉર્ફે મોહીતભાઇ જયંતિભાઇ વરસાણી ઉ.વ. ૩૦, માકેટીંગ યાર્ડ સામે, રાધાનગર-૧ , ખોડીયાર મંદિર પાછળ, ગૌતમ ભરાભાઇ દડ ઉ.વ. ૧૯ વસિંદરી જી- બાડકેર રાજસ્થાન હાલ રહે. રાધે ઇન્ડસ્રીઝ, પાટીદળ રોડ, ગદાળા લવભાઇ ઉર્ફ મોહીત જેન્તીભાઇ વરસાણીના કારખાનાની ઓરડી, રમેશ ભરાભાઇ દડ ઉ.વ. ૨૧, ગણેશ ઉર્ફ ટકો રાજારામ જાણી ઉ.વ. ૨૦, ર્ફકીર ખતાભાઇ ભડીયા જાત ભરવાડ ઉ.વ. ૨૮ ધધો ડ્રાઇવવિંગ રહે-ખેરડી તા-કાલાવાડ જી- જામનગર તેમજ પકડવા પર બાકી આરોપી નૈનારામ ફુસારામ રહે. હડ તા-વસિંદરી જી- બાડકેર રાજસ્થાન ને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા હતા, તેમજ આઇસર વાહન GJ-03-BV-9318 , બોલેરો પીક GJ-10-TX-2987 કબજે કરવા માં આવ્યું હતું.

આ કામગીરી કરનાર ટીમમાં P.S.I. જે. એમ. ઝાલા, A.S.I. મહીપાલસિંહ ચુડાસમા, H.C. શક્તિસિંહ જાડેજા, H.C. પ્રતાપસિંહ સોલંકી, H.C. મયુરધ્વજસિંહ રાણા, H.C. દીનેશભાઇ ધાધરેટીયા, P.C. મુકેશભાઇ મકવાણા રોકાયા હતા.

Advertisement

આ પણ વાંચો - આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ, મેન્ગ્રૂવના વાવેતર થકી ક્લાઇમેટ ચેન્જની અસરો હળવી કરી શકાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.