ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આણંદમાં 'The Kerala Story' ફિલ્મને લઈ વિવાદ, વેપારીએ ફિલ્મના ફ્રી શોની સ્પોન્સરશિપ ખેંચી પાછી

The Kerala Story ફિલ્મ સતત વિવાદોમાં રહ્યા બાદ પણ તેને સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મને એક સાચી ઘટના ગાણાવી ઘણી જગ્યાએ હિંદુ સંસ્થાઓ અને અગ્રણીઓ આ ફિલ્મને પોતાના ખર્ચે દેખાડી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ આણંદના એક વેપારીએ...
01:02 PM May 20, 2023 IST | Hardik Shah

The Kerala Story ફિલ્મ સતત વિવાદોમાં રહ્યા બાદ પણ તેને સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મને એક સાચી ઘટના ગાણાવી ઘણી જગ્યાએ હિંદુ સંસ્થાઓ અને અગ્રણીઓ આ ફિલ્મને પોતાના ખર્ચે દેખાડી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ આણંદના એક વેપારીએ રાખ્યો હતો. પરંતુ અચાનક જ આ વેપારીએ ધ કેરલા સ્ટોરી ફિલ્મના ફ્રી શૉની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી અને હાલમાં મુસ્લિમ સમાજની માફી માંગતો તેમનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

5 મે 2023 ના રોજ ધ કેરલા સ્ટોરી ફિલ્મ રિલીઝ થઇ ત્યારબાદથી તેના સમર્થનમાં અને તેના વિરોધમાં ઘણા સૂર બહાર આવ્યા છે. કેરળની હજારો હિંદુ યુવતીઓની પીડા દર્શાવતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ રીલીઝ થઈ ત્યારથી દેશમાં અનેક જગ્યાએ તેના વિરુદ્ધ મોરચા મંડાયા છે, તો વળી ક્યાંક હિંદુ સંસ્થાઓ અને અગ્રણીઓ આ ફિલ્મને પોતાના ખર્ચે લોકોને દેખાડી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ આણંદના એક વેપારીએ રાખ્યો હતો. તેમણે ઘોષણા કરી હતી કે આણંદ-વિદ્યાનગરના ગુર્જર સોરઠીયા દરજી સમાજની મહિલાઓ માટે 16 મેના રોજ આ ફિલ્મ જોવા માટેનો તમામ ખર્ચ તેઓ ઉપાડશે. જોકે, અચાનક આ વેપારીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મના ફ્રી શૉની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી અને હવે સોશિયલ મીડિયામાં બે હાથ જોડીને મુસ્લિમોની માફી માંગતો તેમનો વિડીયો વાયરલ થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની ઓળખ આણંદના રહેવાસી અને મુબારક ટેલર શોપના માલિક ધર્મેશ બાલી તરીકે થઇ છે, તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ ધ કેરાલા સ્ટોરી ફિલ્મના શૉની સ્પોન્સરશિપ લેવા બદલ મુસ્લિમ સમુદાયની માફી માંગતા જોવા મળે છે અને કહે છે કે હવે તેઓ આ ફિલ્મ સમાજની બેન-દીકરીઓને બતાવવા માંગતા નથી. વાસ્તવમાં થોડા સમય પહેલાં તેમના સમાજના અગ્રણીઓએ ધર્મેશ દરજીની મુલાકાત કરી હતી અને સમાજની બેન-દીકરીઓને ફિલ્મના બતાવવા માટે શૉ સ્પોન્સર કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેમણે સ્પોન્સરશિપની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પર એક પેમ્ફલેટ પણ વાયરલ થયું હતું, જેમાં ગુર્જર સોરઠિયા દરજી જ્ઞાતિની મહિલાઓ માટે ‘ધ કેરાલા સ્ટોરી’ના ફ્રી શૉ આયોજિત કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને સાથે સ્પોન્સર તરીકે ‘મુબારક ટેલર્સ’ના ધર્મેશ દરજીનું નામ લખવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ધ કેરલા સ્ટોરી રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઈ હતી. આ પછી પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ ફિલ્મ પર કથિત રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે મામલો વધી ગયો તો તે ફરી કોર્ટમાં પહોંચ્યો અને સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળને ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો. બીજી તરફ, તમિલનાડુ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પરંતુ થિયેટર માલિકે પોતે જ નફો ન થવાના કારણે અને કોઈ ઘટનાના ડરથી તેને હટાવી દીધી હતી. જોકે કોર્ટે કહ્યું કે, દર્શકોને સુરક્ષા આપવી જોઈએ જેથી કરીને ફિલ્મ જોઈ શકાય.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/ધર્મેશ-નો-માફી-માગતો-વિડિયો.mp4

આ પણ વાંચો - THE KERALA STORY ની આ અભિનેત્રીને મળી રહી છે ધમકી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Anandanand businessmanThe Kerala Storywithdraws sponsorship
Next Article