Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: શું મહિલોની સુરક્ષા તમારી જવાબદારી નથી? GMERS મેડીકલ કોલેજની એડવાઈઝરી પર વિવાદ

કોલકાતામાં રેપ-હત્યા બાદ ગાંધીનગરમાં ચર્ચાસ્પદ એડવાઈઝરી GMERS મેડીકલ કોલેજની હાસ્યાસ્પદ એડવાઈઝરીથી વિવાદ મહિલા રેસિડેન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેવા સૂચના! Gujarat: કોલકાતમાં એક મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને આખા દેશમાં ચર્ચાઓ થઈ રહીં છે. આને લઈને ગુજરાત (Gujarat)માં...
gujarat  શું મહિલોની સુરક્ષા તમારી જવાબદારી નથી  gmers મેડીકલ કોલેજની એડવાઈઝરી પર વિવાદ
  1. કોલકાતામાં રેપ-હત્યા બાદ ગાંધીનગરમાં ચર્ચાસ્પદ એડવાઈઝરી
  2. GMERS મેડીકલ કોલેજની હાસ્યાસ્પદ એડવાઈઝરીથી વિવાદ
  3. મહિલા રેસિડેન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેવા સૂચના!

Gujarat: કોલકાતમાં એક મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને આખા દેશમાં ચર્ચાઓ થઈ રહીં છે. આને લઈને ગુજરાત (Gujarat)માં પણ પડઘા પડ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કોલકાતામાં રેપ-હત્યા બાદ ગુજરાત (Gujarat)ના પાટનગર ગાંધીનગરમાં ચર્ચાસ્પદ એડવાઈઝરી સામે આવી છે. GMERS મેડીકલ કોલેજ દ્વારા હાસ્યાસ્પદ એડવાઈઝરીથી વિવાદ સામે આવ્યો છે. GMERS મેડીકલ કોલેજ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીથી મહિલા રેસિડેન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: KOLKATA DOCTOR CASE : પીડિતાએ મૃત્યુ પહેલા પોતાની ડાયરીમાં લખ્યા હતા આ શબ્દો, વાંચશો તો તમારું હ્રદય પણ પીગળી જશે

Advertisement

શું મહિલા રેસિડેન્ટ તબીબે હવે સુરક્ષા સાથે લાવવી પડશે?

GMERS મેડીકલ કોલેજ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે સાથે ફરજ દરમિયાન પરિચિત કર્મચારીને સાથે રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો 181 પર જાણ કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ પ્રશ્ન હવે એ થાય છે કે, શું મહિલા રેસિડેન્ટ તબીબે હવે સુરક્ષા સાથે લાવવી પડશે? રાત્રિના મોડે બહાર જવાનું ટાળવું આવો સંદેશ આપવાનું કારણ શું? શું આ માટે તંત્રએ સુરક્ષામાં વધારો ના કરવો જોઈએ? અત્યારે આવી હાસ્યાસ્પદ એડવાઈઝરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: મહિલા તબીર સાથે બનેલી ઘટના બાદ ગુજરાતના તબીબો એક્શનમાં, આવતીકાલથી હડતાલની જાહેરાત

Advertisement

ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન આવતીકાલથી હડતાલ પર

નોંધનીય છે કે, સમગ્ર ગુજરાત (Gujarat) જુનિયર ડોક્ટર એસોસિએશન આવતીકાલથી હડતાલ ઉપર રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે OPD અને વૉર્ડ સહિતની તમામ બિન-ઇમર્જન્સી મેડિકલ સેવાઓથી દૂર રહેવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. આ સાથે આજે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ (Ahmedabad Asarwa Civil Hospital) સાથે સંકળાયેલા જેડીએના તબીબોએ રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોલકાતના મહિલા ડૉક્ટર સાથે બનેલી દુષ્કર્મ અને મર્ડરની ઘટના આખા દેશ માટે ચિંતાનો વિષય છે.

Tags :
Advertisement

.