Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેથાપુર વીર મહારાજના મંદિરમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો

અહેવાલ--શક્તિસિંહ રાજપુત,અંબાજી દાંતા તાલુકા કોંગ્રેસ પાર્ટી દ્રારા દિવાળી અને દેવ દિવાળી પર્વ નિમિત્તે પેથાપુર વીર મહારાજના મંદિરમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં દાંતા અમીરગઢ વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના નેતા,ધારાસભ્ય અને વિવિઘ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ...
પેથાપુર વીર મહારાજના મંદિરમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો

અહેવાલ--શક્તિસિંહ રાજપુત,અંબાજી

Advertisement

દાંતા તાલુકા કોંગ્રેસ પાર્ટી દ્રારા દિવાળી અને દેવ દિવાળી પર્વ નિમિત્તે પેથાપુર વીર મહારાજના મંદિરમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં દાંતા અમીરગઢ વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના નેતા,ધારાસભ્ય અને વિવિઘ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ રાજ્યોની ચૂંટણીમા કૉંગ્રેસ પાર્ટી 3 રાજ્યોમાં સરકાર બનાવી રહી છે તેવું જણાવ્યુ હતુ.

Advertisement

ભાજપ સરકાર પર આકરા પ્રહારો

સંમેલનમાં કૉંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામા આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે અશોક ગેહલોતની સરકાર 500 રૂપિયામાં ગેસનો બાટલો આપી રહી છે, ત્યારે ભાજપ ચૂંટણી જીતવા માટે હવે રાજસ્થાનના ચુંટણી ઢંઢેરામાં કહ્યુ છે કે 450માં ગેસનો બાટલો આપીશું તો પછી છેલ્લાં 30વ ર્ષ મા કેમ ગુજરાતનાં લોકોને ગેસનો બાટલો સસ્તો આપવામા આવતો નથી.

Advertisement

ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ છે અને તે ગુજરાતમાં કેટલાય પંચાયતોની અને તાલુકા પંચાયતોની અને જિલ્લા પંચાયતોની ચૂંટણી કરાવતી નથી.કારણ કે,તેમને હારનો ડર સતાવી રહ્યો છે એટલે તે પંચાયતોમાં વહીવટદારનું શાસન મુકેલ છે. દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં બાબુ રાજ ચાલી રહ્યું છે. અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે.હાલ બધાને ખબર છે કે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે પણ ગુજરાત ના મુખ્યમંત્રી કે કૈલાશનાથન છે. દિનેશ ગઢવીનો બીજો મોટો આરોપ કે બનાસકાંઠા પણ અત્યારે ડ્રગમાં નંબર વન તરફ જઈ રહ્યું છે જે ગંભીર બાબત છે.

માત્ર બે ગુજરાતીઓ જ દેશ ચલાવી રહ્યા છે

કાંતી ખરાડીએ જણાવ્યું કે પહેલા કોંગ્રેસ ઉપર આરોપ મુકવામાં આવતા હતા કે ગાંધી પરિવાર જ દેશ ચલાવે છે તેવું કહેવામાં આવતું હતું તો, અત્યારે કોણ દેશ ચલાવી રહ્યું છે, માત્ર બે ગુજરાતીઓ જ દેશ ચલાવી રહ્યા છે.અહીંયા જે ગુજરાતના મુખ્યમંત્રી બેઠા છે તે હાથ અને હોઠ બાંધીને બેઠા છે.

આ પણ વાંચો---STATE ELECTIONS : આ ધારાસભ્યે 15 દિવસમાં ત્રણ વખત પાર્ટી બદલી અને ભારતના રાજકારણમાં શરુ થયું ‘HORSE TRADING’

Tags :
Advertisement

.