Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટનાં શરણે

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ મોદી અટકને લઈને સર્જાયેલા વિવાદ મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટનાં શરણે પહોંચ્યા છે. શું હતો સમગ્ર વિવાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 'મોદી' અટકની બદનક્ષી બદલ ભાજપ નેતા પુરણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં...
08:30 PM Apr 25, 2023 IST | Viral Joshi

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

મોદી અટકને લઈને સર્જાયેલા વિવાદ મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટનાં શરણે પહોંચ્યા છે.

શું હતો સમગ્ર વિવાદ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 'મોદી' અટકની બદનક્ષી બદલ ભાજપ નેતા પુરણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. વાયનાડથી સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીએ કથિતપણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના કોલારમાં નિવેદન આપ્યું હતું.તેમણે કથિતપણે કહ્યું હતું કે, "આ તમામ ચોરોનું ઉપનામ (સરનેમ) મોદી કેમ છે?" ત્યાર બાદ સુરતમાં ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી.રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત મામલો દાખલ કરાયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 499માં ગુનાહિત બદનક્ષી બદલ ફરિયાદ દાખલ કરી હતી.

સુરત સેશન્સ કોર્ટે શું આપ્યો હતો ચુકાદો
જેની પર સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા 02 વર્ષની સજા ફરમાવી હતી. જેમાં રાહુલ ગાંધીનું સાંસદનું પદ રદ્દ થયું છે. સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટ સુરતમાં નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટનાં શરણે
હવે રાહુલ ગાંધી દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સંદર્ભે અરજીનો મેમો તૈયાર થયો હતો. આજે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીએ રિવિઝનલ અરજી દાખલ કરી દીધી છે.હવે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના 02 વર્ષની સજાના ચુકાદાને પડકારતી અરજી પર આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : વર્ષ 2016નાં સરદારનગરના ચકચારી હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

Tags :
CongressGujarat HighcourtModi Surname Controversyrahul-gandhi
Next Article