Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લઈને મણિપુરથી નીકળેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરી બોડેલી આવવાના હોય વહેલી સવારથી જ બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ પક્ષના નેતાઓ, સંગઠનના હોદ્દેદારો ,...
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લઈને મણિપુરથી નીકળેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરી બોડેલી આવવાના હોય વહેલી સવારથી જ બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ પક્ષના નેતાઓ, સંગઠનના હોદ્દેદારો , અગ્રણીઓ તેમના સાથી કાર્યકરો સાથે તો વડોદરા શહેર જિલ્લામાંથી પણ કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો સાથી કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ભારત જોડો... ભારત જોડો્... કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ .. જિંદાબાદ, રાહુલ ગાંધી.. જિંદાબાદ જિંદાબાદના નારા લગાવી ઉમટી પડ્યા હતા.

Advertisement

બરોબર નવેક વાગ્યાના અરસામાં રાહુલ ગાંધી તેમના વિશાળ કાફલા સાથે હાલોલ રોડ તરફથી ગુજરાતના કોંગ્રેસ અગ્રણીઓ સાથે ખુલ્લી જીપમાં ભારત જોડો ન્યાય યાત્રા લઈને છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી બોડેલી અલીપુરા ચાર રસ્તા પર આવી પહોંચતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમટેલા કોંગ્રેસના નેતાઓ હોદ્દેદારો કાર્યકરો સાથે આદિવાસી પેહરવેશ માં સજ્જ આદિવાસી યુવાનો અને મહિલા કાર્યકરોએ પણ મોટા રામ ઢોલ સાથે આદિવાસી નૃત્ય સાથે રાહુલજીનું સ્વાગત કર્યું હતું. ત્યારે ઠેર ઠેર થયેલા રાહુલ ગાંધીના ઉષ્મા ભર્યા સ્વાગત અને ઉમટી પડેલી જનમેદનીથી બોડેલી વિસ્તારમાં એક અનેરો માહોલ જોવા મળી રહ્યો હતો.

Advertisement

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલીના અલીપુરા સર્કલ પાસે આવી પહોંચી ત્યારે રાહુલ ગાંધીના સ્વાગત માટે તત્પર બનેલા કોંગ્રેસના કાર્યકરો નેતાઓ હોદ્દેદારોની ભીડનો લાભ કેટલાક ખિસ્સા કાતરુઓએ પણ લીધો હતો અને લગભગ 14 જેટલા લોકોના ખિસ્સા ખિસ્સા કાતરુઓએ હલકા કર્યા હોય વડોદરાના એક કોંગ્રેસ નેતા સહિત કાર્યકરો ખિસ્સા કપાયા હોવાની ફરિયાદ લઈને બોડેલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

અહેવાલ - તોફીક શેખ 

Advertisement

આ પણ વાંચો : કચ્છ : દબાણકારો પર તંત્રએ બોલાવી ધોંસ, ફેરવાયું દાદાનું બુલડોઝર

Tags :
Advertisement

.