Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જૂનાગઢમાં કોંગ્રેસની તૂટી કમર, જિલ્લાના નેતાઓ-પદાધિકારીઓએ તરછોડી કોંગ્રેસ

લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, પણ બીજી તરફ તેમની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યા છે.  એક બાદ...
07:43 PM Mar 06, 2024 IST | Harsh Bhatt

લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, પણ બીજી તરફ તેમની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યા છે.  એક બાદ એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોભા સમાન નેતાઓ કાં તો પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે કાં તો ભાજપ સાથે જોડાઈ કેસરિયા ધારણ કરી રહ્યા છે.રાહુલ ગાંધી તેમની ન્યાય યાત્રા લઈને ગુજરાત પહોંચે તે પહેલા તો કોંગ્રેસની હાલત કફોળી બની છે. તાજેતરમાં જ અર્જુન મોઢવાળિયા, અંબરીશ ડેર અને અરવિંદ લાડાણી કોંગ્રેસ પક્ષમાંથી અલગ થયા છે. હવે આ યાદીમાં નવું એક નામ ઉમેરાયું છે.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને તૂટવાનો સીલસીલો યથાવત રહ્યો છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસ તૂટી છે. હવે જૂનાગઢ કોંગ્રેસમાં મોટું ગાબળું પડ્યું છે. જૂનાગઢ જિલ્લાના નેતાઓ-પદાધિકારીઓએ કોંગ્રેસને છોડીને ભાગી રહ્યા છે. આ લાંબી યાદીમાં નામ નીચે મુજબ છે જેમને તાજેતરમાં કોંગ્રેસનો હાથ છોડ્યો છે :

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે. એક બાદ એક હવે કોંગ્રેસના નેતાઓ તેમના પક્ષનો હાથ છોડીને ભાજપમાં પોતાનો પ્રવેશ લઈ રહ્યા છે. ત્યારે હવે આગળ કોંગ્રેસની પરિસ્થિતિ કેવી બને છે, તે તો જોવું રહ્યું.

આ પણ વાંચો :  Adani Vidyamandir : ભદ્રેશ્વરના 600 વિદ્યાર્થીઓએ 25,000 થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ લીધો

 

 

 

Tags :
BHAJAPCongressdesertedElection 2024GujaratGujarat PoliticsJunagadhLok Sabha 2024OfficersPolitics
Next Article