Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : મામાના કોલ્ડ સ્ટોરેજમાં રહેલા 8.16 કરોડના ચણા ભાણીયાએ બારોબાર વેચી નાંખ્યા

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના ભુણાવા ગામના કોલ્ડસ્ટોરેજમાં વેપારીઓએ રાખેલ ૮.૧૬ કરોડના ચણા-ધાણાનો જથ્થો રાજકોટના શખ્સે બારોબાર વેચી નાંખતા પોલીસમાં ફરિયાદ થઇ છે. મામાએ ભાણીયા સામે નોંધાઇ ફરિયાદ પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના નાનામવા મેઇન રોડ સૂર્યમુખી હનુમાનની બાજુમાં શ્રી કોલોની બ્લોક...
gondal   મામાના કોલ્ડ સ્ટોરેજમાં રહેલા 8 16 કરોડના ચણા ભાણીયાએ બારોબાર વેચી નાંખ્યા

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

ગોંડલના ભુણાવા ગામના કોલ્ડસ્ટોરેજમાં વેપારીઓએ રાખેલ ૮.૧૬ કરોડના ચણા-ધાણાનો જથ્થો રાજકોટના શખ્સે બારોબાર વેચી નાંખતા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મામાએ ભાણીયા સામે નોંધાઇ ફરિયાદ

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના નાનામવા મેઇન રોડ સૂર્યમુખી હનુમાનની બાજુમાં શ્રી કોલોની બ્લોક નં. ૧ ‘ઉમંગ'માં રહેતા વેપારી કિશોરભાઇ અમૃતભાઇ ડેડાણીએ તેના ભાણેજ ઉતમ પ્રવિણભાઇ ત્રાંબડિયા રે. રાજકોટ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

૮.૧૬ કરોડનો જથ્થો બારોબાર વેચી દીધો

Advertisement

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીનું ગોંડલના ભુણાવા ગામની સીમમાં મારૂતિ એગ્રો ફુડસ નામનું કોલ્ડ સ્ટોરેજ આવેલ છે અને આ કોલ્ડ સ્ટોરેજમાં જુદા-જુદા વેપારીઓ, ખેડૂતો, પેઢીઓ દ્વારા રાખવામાં આવેલ ચણાની બોરીઓ નંગ ૩૦,૭૯૭ કિં. ૭.૬૯ કરોડ તથા ધાણા કિ. ૪૬.૮૦ લાખ મળી કુલ ૮.૧૬ કરોડનો જથ્થો ત્યાં જ નોકરી કરતા ઉતમ પ્રવિણભાઇ ત્રાંબડિયા રે. રાજકોટએ છેતરપીંડી કરવાના ઇરાદે બારોબાર વેચાણ કરી નાંખી વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકાના પી.એસ.આઇ. જે.એમ.ઝાલા તથા સ્ટાફે ગુન્હો દાખલ કરી આરોપી ઉતમ ત્રાંબડિયા રે. રાજકોટને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ઉતમ ત્રાંબડિયા ફરીયાદીનો ભાણેજ થાય છે અને તે કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતો હતો. તાલુકા પોલીસે આરોપી ઉતમ ત્રાંબડીયાની વિશેષ પૂછતાછ હાથ ધરી છે.

આ પણ વાંચો---DAHOD : નકલી કચેરી મામલે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની કરાઈ ધરપકડ

Tags :
Advertisement

.