Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં પાણીજન્ય રોગ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

અહેવાલ - સંજય જોશી , અમદાવાદ    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ (VBD) નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અત્રે છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા...
રાજ્યમાં પાણીજન્ય રોગ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી
Advertisement

અહેવાલ - સંજય જોશી , અમદાવાદ 

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ (VBD) નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અત્રે છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરીએ તો વર્ષ 2019 થી વર્ષ 2022 માં મેલેરીયા તપાસ માટે કુલ 5.90 કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 28,360 જેટલા દર્દીઓ મેલેરીયાગ્રસ્ત નોંધાયા હતા.

Advertisement

છેલ્લા બે  વર્ષમાં મલેરિયાના એક  કેસ નોંધાયો  નથી

વિગતવાર જોઇએ તો વર્ષ 2019માં 1.64 કરોડ પરીક્ષણમાં 13,883 કેસ, વર્ષ 2020 માં 1.30 કરોડની સામે 4771 , વર્ષ 2021 માં 1.42 કરોડની સામે 4921 અને ગત વર્ષ 2022 માં 1.51 કરોડ પરિક્ષણ કરતા 4785 મેલેરિયાના કેસો નોંધાયા હતા.મહત્વની બાબત એ પણ છે કે , વર્ષ 2019 અને 2020 માં કુલ બે મરણ નોંધાયા જ્યારે છેલ્લા બે વર્ષમાં મેલેરીયાથી એક પણ મરણ નોંધાયેલ નથી.

Image preview

ચીકનગુનિયાના 74.1 ટકા  મહત્વનો ઘટાડો  નોંધાયો 

આવી જ રીતે ડેન્ગયુ તપાસ માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ 3.37 લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે કુલ 67 હજાર સિરમ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ડેન્ગ્યુના 37,684 અને ચીકનગુનિયાના કુલ 6838 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમા સરેરાશ 84 હજાર ડેન્ગ્યુ તપાસ અને 17 હજાર જેવી ચિકનગુનિયા રોગની તપાસ કરવામાં આવે છે અત્રે વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022 માં મેલેરિયાના કેસોમાં 2.76 %, ડેન્ગ્યુના કેસોમાં 39.1 % જ્યારે ચીકનગુનિયાના કેસોમાં 74.1 ટકા જેટલો મહત્વનો ઘટાડો નોંધાયો છે.

વાહક જન્ય રોગ નિયંત્રણ સંદર્ભે વર્ષ 2023ની કામગીરીનો ચિતાર જોઇએ તો રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી માટેના અભિયાનના ભાગરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવ સર્વેલન્સ અને સોર્સ રિડક્શન, પોરાનાશક કામગીરી તથા પ્રચાર-પ્રસાર જેવી પ્રવૃતિઓના બે રાઉન્ડમાં તા. 19 જુનથી 29 જુન સુધીના પ્રથમ રાઉન્ડમાં 75 ટકા વસ્તીને આવરી લઇને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જ્યારે જુલાઇ માસમાં તા. 10 થી 19 દરમિયાન બીજો રાઉન્ડ હાથ ધરવાનું આયોજન કરાયું છે. આ વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન 2.49 લાખ લોહીના નમૂના લેવામાં આવ્યા છે જેમાં 12 પોઝીટીવ કેસોમાં સંપૂર્ણપણે સારવાર પૂરી પડાઇ છે. સર્વેલન્સ દરમિયાન જોવા મળેલ 4,81,186 મચ્છર ઉત્પતિ સ્થાનોનો સફળતાપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે.

વધુમાં લાર્વીસાઇડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો પણ નાબોદ કરાયા છે તથા 1.80 લાખ ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઇ છે. વર્ષ 2023 દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓની મેલેરિયા માટે જોખમી 319 ગામોમાં જંતુનાશક દવા છંટકાવ નિયત બે રાઉન્ડ હેઠળ આવરી લેવાનું આયોજન છે જેમાં પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ કરાઇ છે બીજા રાઉન્ડની શરૂઆત 1 લી ઓગષ્ટ થી હાથ ધરાશે. રાજ્યમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના 42 જેટલા કેન્દ્રો કાર્યાન્વિત કરાયા છે.

આપણ  વાંચો -અમદાવાદના ડોક્ટર્સ કેવી રીતે તણાવને મેનેજ કરે છે ? જાણી લો એક ક્લિક પર

Tags :
Advertisement

.

×