Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Panchmahal: કોન્ટ્રકટર અને સંબધિત તંત્રની મીલીભગતના કારસ્તાનનો પર્દાફાશ! તપાસ અને કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ

ગોધરામાં નાળાઓ પત્તાના મહેલની માફક ધોવાઈ ગયા ભારે વરસાદના લાખો રૂપિયાનું કામ ધોવાઈ ગયું સ્થાનિકોએ કોન્ટ્રકટર અને સંબધિત તંત્ર સામે કાર્યવાહીની માંગ કરી Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભામૈયા, સરસાવ, ગોલ્લાવ, દહીંકોટ, શનિયાડા અને મેરપ અને...
09:10 PM Sep 01, 2024 IST | VIMAL PRAJAPATI
Panchmahal News
  1. ગોધરામાં નાળાઓ પત્તાના મહેલની માફક ધોવાઈ ગયા
  2. ભારે વરસાદના લાખો રૂપિયાનું કામ ધોવાઈ ગયું
  3. સ્થાનિકોએ કોન્ટ્રકટર અને સંબધિત તંત્ર સામે કાર્યવાહીની માંગ કરી

Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભામૈયા, સરસાવ, ગોલ્લાવ, દહીંકોટ, શનિયાડા અને મેરપ અને દાહોદ જિલ્લાના ગામડી સહિતના 12 થી 15 ગામોને જોડતાં માર્ગો ઉપર આવેલા ડીપ અને નાના પુલિયા વરસાદમાં જ કાગળના મહેલની જેમ ધોવાણ થઈ તૂટી ગઈ છે. આથી અવરજવર કરતાં નાના મોટા વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી હાલ માંગણી ઉઠી છે. સંલગ્ન તંત્ર દ્વારા દર ચોમાસામાં હંગામી ધોરણે માટી નાંખી સમારકામ કરવા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ જેમાં અકસ્માત થવાના સતત ભય વચ્ચે અહીંથી અવરજવર કરવા સૌ મજબુર બનતા હોય છે, ત્યારે તૂટેલી રેલિંગ નવી નાંખવા ઉપરાંત તૂટેલા નાળા અને ગાબડા પાસે રેડિયમ વાળા સૂચક બોર્ડ મુકવા સહિત દર ચોમાસામાં જે સ્થિતિ સર્જાય છે તે માટે દીપ પુલિયા ની હાઈટ વધારમાં આવે તેવી માંગ ઉઠી છે.

કોન્ટ્રકટર અને સંબધિત તંત્રની મિલિભગતનું કારસ્તાન

Panchmahal જિલ્લામાં થયેલ ધોધમાર વરસાદ ના કારણે ગોધરા તાલુકાના છેવડાના વિસ્તારોને જોડતા નદી નાળાના પુલ દર ચોમાસે પત્તાના મહેલની માફક તૂટી ગયા છે. ધોધમાર વરસેલા વરસાદે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પુલિયામાં કોન્ટ્રકટર અને સંબધિત તંત્રની મીલીભગતનું કારસ્તાનનો પર્દાફાશ કરી દીધો છે. જેમાં ગામડાઓની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. ગોધરા તાલુકાના સરસાવ, ભામૈયા, ગામડી, ઓરવાડા, ગોલ્લાવ, શનિયાડા અને દહીંકોટ સહિત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ગામડી ગામ સહિત 15 થી 20 ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ નદી નાળા પર બનાવમાં આવેલા પુલિયા પત્તાના મહેલ જેમ ધોવાઈ જતા મસમોટા ખાડા પડી જતા અહીંયાંથી અવર જવર કરતા નાના મોટા વાહનચાલકોને દરરોજ હાલાકી અનુભવવી પડી રહી છે.

વરસાદના કારણે કોઝવેને ભારે નુકશાન થવા સાથે તૂટી ગયા

Panchmahal જિલ્લામાં ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સમગ્ર Panchmahal જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદી માહોલ દરમિયાન Godhra અને ઘોઘંબા તાલુકાના આંતરિક માર્ગો ઉપર આવેલા કેટલાક માર્ગો અને નાળા, કોઝ વે પર વરસાદી પાણી ફરી વળ્યો હતો જેમાં નાળા, કોઝવેને ભારે નુકશાન થવા સાથે તૂટી ગયા હતા અને કેટલાક માર્ગો બંધ થઈ ગયા હતા. આ સ્થિતિ વચ્ચે અહીંથી રોજિંદી જરૂરિયાત માટે અવરજવર કરતાં રાહદારીઓ અને વાહનો જોખમી રીતે પસાર થયા હતા. દરમિયાન માર્ગ મકાન જીલ્લા પંચાયત વિભાગ દ્વારા જિલ્લામાં તૂટેલા કોઝ વે અને નાળા નું સરવે કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. હાલ ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં ચાર માર્ગો ઉપર નાળા તૂટી ગયા હોવાનું જણાય આવ્યું છે. દર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના કારણે મોટા પાયે રોડનું ધોવાણ થઈ જાય છે અને દર વર્ષે ગન તંત્ર દ્વારા સર્વે કરી માટી પૂરન કરવામાં આવે છે, જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ડીપ નાળાની હાઈટ વધારવામાં આવે અને સારું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ તૂટેલા નાળાના સ્થળે સ્થિતિ કઈક અલગ જ જોવા મળી હતી. અહીંના સ્થાનિકો અને વાહન ચાલકો તૂટેલા નાળા તેમજ પડેલા ગાબડાના કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવી રહ્યા છે. આ ઉપરાંત આ સ્થળોએ સતત અકસ્માતની દહેશત પણ વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે એવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: માધવપુરા સટ્ટાકાંડમાં Red Corner Notice થકી ડીલક્ષ પકડાયો, દુબઈમાં છે હજુ અન્ય આરોપીઓ

કોન્ટ્રેક્ટરની તપાસ કરવા સાથે કડક કાર્યવાહી કરવાની માંગ

Godhra તાલુકાના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે અને ભારે વેગીલું પાણી વહેતાં મેરપ - ભામૈયા, ભામૈયા - સરસાવ અને શનિયાડા - દહીંકોટ વચ્ચે આવેલા ડીપ ળાનું મોટા પાયે ધોવાણ થઈ જતા લોખંડના સળિયા બહાર આવી જતા બાઇક ચાલકો સહિત અન્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સાથે જ આ તમામ ડીપ નાળા અને પુલિયા પર રેલિંગ લગાવવામાં આવી નથી જેના કારણે રાત્રીના સમયે કેટલાક વાહન ચાલકો નીચે પટકાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ. મેરપ ગામના સ્થાનિકોએ જણાવ્યા મુજબ ગામડીથી મેરપ વચ્ચે પાકો રસ્તો અને ડીપ નાળાનું ગત વર્ષે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે જેમાં હલકી ગુણવત્તા વાળી સામગ્રી વાપરવાના કારણે પ્રથમ વરસાદમાં જ ડીપ નાળાનું ધોવાણ થઈ જતા સળિયા બહાર જોવા મળી રહી છે. આ સળિયા બાઇક ચાલકોના ટાયરમાં આવી જતા કેટલાક અકસ્માત સર્જાયા છે, ત્યારે જે કોન્ટ્રેક્ટર દ્વારા આ કામ કરવામાં આવ્યો છે તેની તપાસ કરવા સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Bharuch: પતિની પ્રેમિકાએ કહ્યું - ‘તું તારા ભાયડાને ભૂલી જા, એ મારો છે’, પરિણીતાએ ન્યાયનો દ્વાર ખખડાવ્યો

આંતરિક માર્ગો ઉપર આવેલા કોઝ વે માં ભારે નુકસાન

વરસાદી માહોલ દરમિયાન Panchmahal જિલ્લામાં ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના કોઝ બે ઉપર ધમધમતા વેગીલા પાણીનો પ્રવાહ વહેતો થતાં માર્ગો બંધ થયા હતા. જેના બાદ હાલ વરસાદે વિરામ લેતાં પાણીનો પ્રવાહ ઓછો થવા સાથે કોઝવે ઉપરથી પાણી ઓસર્યા છે, પરંતુ વેગીલા પાણીના પ્રવાહ દરમિયાન કોઝવેને નુકસાન થયું હોવાનું તો જોવા મળી રહ્યું છે. જેમાં ગોધરા તાલુકાના મેરપ, દહીકોટ અને સરસાવને જોડતાં આંતરિક માર્ગો ઉપર આવેલા કોઝવે માં ભારે નુકસાન થયું છે. એક વર્ષ અગાઉ ચુડવેલ નદી પાસે બનાવવામાં આવેલો કોઝ વે ધોવાઈ જવા ઉપરાંત લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે, જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે, હલકી ગુણવત્તા વાળું મટીરીયલ ઉપયોગ કરી આ કોઝ વે બનાવવામાં આવ્યો હતો. જેથી તૂટી ગયો છે. વળી બંને બાજુએ રેલિંગ પણ નહીં મૂકવામાં આવતા અજાણતામાં વાહન ચાલકો પટકાવવાની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. આ જ પ્રકારે અન્ય બે કોઝ વે પણ ધોવાણ થતા હાલ સ્થાનિકોને લાંબો ચક્કર કાપી ગોધરા જવાની ફરજ પડે છે. આ વિસ્તારના ત્રણેય કોઝવેનું સત્વરે સમારકામ કરવામાં આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છેકે હાલ અહીંથી વાહન ચાલકો જોખમી રીતે પસાર થતાં પણ જોવા મળી રહ્યા છે.

અહેવાલઃ નામદેવ પાટીલ, દાહોદ

આ પણ વાંચો: Kheda: હેવાન શિક્ષકે શિક્ષણને કર્યું શર્મશાર, વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલા

Tags :
Gujarati NewsGujarati SamacharpanchmahalPanchmahal Heavy Rain UpdatePanchmahal NewsVimal Prajapati
Next Article