વાઈબ્રન્ટ સમિટને લઈ મુખ્યમંત્રી જાપાન પ્રવાસે, જાપાનમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે કરી બુલેટ ટ્રેનની સવારી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાનના પ્રવાસે છે.તેમણે બુલેટ ટ્રેનમાં પ્રતિનિધિ મંડળ સાથે સફર કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટોક્યોમાં ભારતીય દૂતાવાસની મુલાકાત પણ લેવાના છે.
જાપાનમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે બુલેટ ટ્રેનની સવારી કરી#Japan #CMBhupendraPatel #JapanVisit #VibrantGujaratInJapan #vibrantgujarat #BulletTrain #GujaratFirst @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @CRPaatil @VibrantGujarat pic.twitter.com/F7Y0cUnfjd
— Gujarat First (@GujaratFirst) November 27, 2023
ઉપરાંત, આજે મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ JETRO ના પ્રેસિડેન્ટ, ટોક્યોના ગવર્નર તેમજ JBICના ગવર્નરની પણ મુલાકાત લેશે. આજે એટલે કે ૨૭ નવેમ્બરની સાંજે મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળ જાપાનમાં ભારતના રાજદૂત શ્રીયુત સીબી જ્યોર્જ દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીનાં માનમાં આયોજીત ડિનરમાં જોડાશે.
Had a delightful visit to the Sankeien garden in Yokohama, a city of historic connect with India.#VibrantGujaratInJapan#VibrantSummit #VGGS2024 pic.twitter.com/mRvKYb0ahE
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 27, 2023
આ પણ વાંચો -- રાજ્યમાં મેઘ મહેર વચ્ચે કહેર બનીને ત્રાટકી વીજળી, મુસીબત બન્યું માવઠું !