Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુશાસન દિવસની ઉજવણીમાં CM ભુપેન્દ્ર પટેલે કર્યું લોકોનું સંબોધન, સ્વચ્છતા અને સરકારી યોજના વિશે કહી આ વાત

25 ડિસેમ્બરના દિવસને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી હોય છે, શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ 2014 માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે આ દિવસને સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને...
સુશાસન દિવસની ઉજવણીમાં cm ભુપેન્દ્ર પટેલે કર્યું લોકોનું સંબોધન  સ્વચ્છતા અને સરકારી યોજના વિશે કહી આ વાત

25 ડિસેમ્બરના દિવસને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી હોય છે, શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ 2014 માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે આ દિવસને સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

CM દ્વારા કર્મયોગી 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાનનીની શરુઆત કરાઇ 

Advertisement

આજના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં CM દ્વારા કર્મયોગી 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાનનીની શરુઆત કરાવવામાં આવી હતી. વધુમાં ગુડ ગવર્નંસના ભાગરુપે પાંચ એપ્લિકેશનની પણ શુરૂઆત આજના પાવન દિવસે કરવામાં આવી હતી.

Advertisement

છેલ્લામા છેલ્લા માણસને પણ બધા જ લાભ મળે એ કામ જ સુશાસન દિવસની ઉજવણી છે - CM ભૂપેન્દ્રભાઈ પટેલ

સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોક સંબોધન કરતા કહ્યું હતું કે, છેવાડાના માણસ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ. છેલ્લામા છેલ્લા માણસને પણ બધા જ લાભ મળે એ કામ જ સુશાસન દિવસની ઉજવણી છે. કોઈ વ્યક્તિને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ, એક માણસ નું કામ થઈ શકશે કે નહીં તેનો ખ્યાલ હોવો જોઈએ. વધુમાં તેમણે સ્વચ્છતા અંગે પણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, દુનિયાની 500 મોટી કંપનીઓ પૈકી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં આવેલ છે, માટે આપણે છેલ્લે સચિવાલયની ઓફીસથી લઈને ગામડાઓ સુધી સ્વચ્છતા રાખવી પડશે.

આ પણ વાંચો -- BIG NEWS : પંજાબ પોલીસે ગુજરાતમાં દરોડા પાડી આંતરરાજ્ય ડ્રગ કાર્ટેલનો કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.