Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં ક્લસ્ટર અને વેસ્ટઝોનની ટેકવોન્ડોની રમતનું આયોજન, લગભગ ૭૦૦ જેટલાં બાળકોએ ભાગ લીધો

અહેવાલ - રાબિયા સાલેહ , સુરત સુરતની ગજેરા ગ્લોબલ સ્કૂલ ખાતે CBSE ક્લસ્ટર અને વેસ્ટઝોનની ટેકવોન્ડોની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દીવ દમણની CBSE સ્કૂલના લગભગ ૭૦૦ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો. અડાજણની ગજેરા...
07:08 PM Oct 19, 2023 IST | Maitri makwana

અહેવાલ - રાબિયા સાલેહ , સુરત

સુરતની ગજેરા ગ્લોબલ સ્કૂલ ખાતે CBSE ક્લસ્ટર અને વેસ્ટઝોનની ટેકવોન્ડોની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દીવ દમણની CBSE સ્કૂલના લગભગ ૭૦૦ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો.

અડાજણની ગજેરા ગ્લોબલ સ્કૂલમાં ત્રિદિવસીય સીબીએસઇ વેસ્ટઝોન ક્લસ્ટર ટેકવોન્ડોની રમતનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું. આ રમતમાં વેસ્ટ ઝોનમાં આવેલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ, દમણ, દાદર, ગુજરાત સહિત વિવિધ રાજયોમાંથી ૧૭૨ જેટલી શાળાના લગભગ ૪૦૬ બૉયઝ અને ૨૮૬ ગર્લ્સએ અને ૧૫૦ જેટલા કોયશિક્ષકોએ ભાગ લીધો છે. આ અંગે શાળાના આચાર્ય શ્વેતા પરિહારે જણાવ્યું હતું કે શાળામાં મેગા ઇવેન્ટ યોજાયો છે. વિવિધ રાજ્યથી ખેલાડીઓ સુરત આવ્યા છે,આજની ઇવેન્ટ માં ૭૦૦ જેટલા ખેલાડીઓ આવ્યા છે. વધુમાં આ રમત અંગે વિદ્યાર્થીની ખેલાડી દિવ્યંસી કંથારિયાએ કહ્યું હતું કે આજે ટેકવોન્ડોની ઇવેન્ટ છે. જેમાં રાજેશથાન , એમ.પીથી લોકો આવ્યા છે. આ રમત સેલ્ફ ડિફેન્સ માટે રમાઈ છે. જેમાં જેવી ફાઇટ હોય તેવા સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગજેરા ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળાઓના પ્રિન્સિપાલ તથા તમામ સ્પોર્ટ્સ સ્ટાફની હાજરી જોવા મળી હતી. હોસ્ટ શાળાના પ્રિન્સિપલ શ્વેતા પરિહારે સર્વ સ્પર્ધકો માટે રમત ખુલ્લી મૂકી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડી સાગર રાઠોડે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ લાવવાનો પ્રયાસ કરીશ,જો કે રમતમાં સૌથી મુશ્કેલ કિક મારવું અને ખેલાડીએ પોતાની સ્પીડ મેન્ટન્ટ કરવું છે. કલાકો પ્રેક્ટિસ કરવી પડે છે ત્યારે આ રમત માં સારું પ્રદશન કરી શકાય છે. આ સ્પર્શમાં નેશનલ લેવલના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. રમત વિશે વિવાન વાઢેર એ કહ્યું કે આ રમત માં ૧૭, ૧૪ અને ૧૯ વર્ષ ના ખેલાડીઓ ભાગ લીધો છે. હું પહેલા પણ ગોલ્ડ મેડલ જીત્યો છું દુબઈ અને તમિલનાડુ રમીને હાલ જ આવ્યો છું.

આ સ્પર્ધા વિવધ વયજૂથના સ્પર્ધકો વચ્ચે તારીખ ૧૯, ૨૦ અને ૨૧ ઓક્ટોબર દરમિયાન થશે. સ્કૂલના ડિરેક્ટર જયેશ પટેલે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું ૧૭ વર્ષ થી આ શાળા સાથે જોડાયેલો છું. કામરેજમાં શાળાનો એક આશ્રમ પણ છે. સાથે જ હાલ ગજેરા ટ્રસ્ટની બે શાળામાં અલગ અલગ ઇવેન્ટ ચાલે છે. તેમજ શાળાના વાત્સલ્યધામ આશ્રમમાં ૮૦૦ બાળકો રહે છે અને અભિયાસ કરે છે. તેઓ કોઈ પણ ગામમાં ટીમ લઈને ઉતરે તો જીતીને જ આવે છે. તેમજ સ્પર્ધાના સમગ્ર આયોજનમાં ગુજરાત ટેકવોન્ડોની રમતના પબ્લિક એસોસિયેશનનાં મંત્રી પમીર શાહ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો છે. સ્પર્ધકોને રહેવા જમવા સહિતની તમામ સુવિધા ગજેરા ગ્લોબલ સ્કૂલની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી છે.

સીબીએસઇ વેસ્ટઝોન ક્લસ્ટર ટેકવોન્ડોની રમતનાં ઉદ્ઘાટન કાર્યક્રમાં મુખ્ય મહેમાન તરીકે સુરત પાલિકા મેયર દક્ષેશ માવાણી,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર ડો, કે, એન ચાવડા અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોફેસર પર્સી એન્જિનિયર અને સુરતના સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશ્નર એસ. સાથીનારાયણ સાથે જ સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ સવજીભાઈ હુંડ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર વિરલ પટેલ, ઇન્ટરનેશનલ પ્લેયર વિષા તથા ટેકોન્ડો રમતના એસોસિએશનનાં અને સુરત-તાપી જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો - વિધર્મીએ યુવતીના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો, વાંચો અહેવાલ

Tags :
childrenClusterorganizedparticipateSuratWestzone taekwondo
Next Article